News of Tuesday, 21st October 2025
અક્ષય-ટ્વિન્કલે રોમેન્ટિક અંદાજમાં લંડનમાં મનાવી દિવાળીઃ કૃતિ સેનને મુંબઈમાં આપી પાર્ટી
બોલિવૂડના કલાકારો પણ ઉત્સવના રંગમાં રંગાયેલા જોવા મળ્યા

મુંબઈઃ સમગ્ર દેશમાં દિવાળીના તહેવારની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ, ત્યારે બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર અને તેની પત્ની ટ્વિન્કલ ખન્નાએ દેશથી દૂર લંડનમાં રોમેન્ટિક અંદાજમાં દિવાળીની ઉજવણી કરી. ટ્વિન્કલે સોશિયલ મીડિયા પર અક્ષયને ઓરેન્જ ખવડાવતા તસવીરો શેર કરી અને મજાકમાં લખ્યું કે, લંડનમાં દિવાળી. તૈયાર તો થઈ ગયા છીએ પણ આસપાસ કોઈ મીઠાઈ નથી. તેથી નારંગીને જ લાડુ માનીને વિટામિન સી થી ભરેલી આ મીઠાશ વહેંચી રહ્યા છીએ. આ તસવીરોમાં તેમનો પ્રેમભર્યો અંદાજ જોવા મળ્યો હતો.
બીજી તરફ, અભિનેત્રી કૃતિ સેનનને તેના મુંબઈ સ્થિત નિવાસસ્થાને નજીકના મિત્રો અને પરિવારજનો માટે એક ભવ્ય દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. કૃતિએ તસવીરો શેર કરીને તહેવારની ખુશી વ્યક્ત કરી અને પોતાના ચાહકોને શુભકામનાઓ પાઠવી હતી
(10:53 AM IST)
