'હોમબાઉન્ડ' ઓસ્કાર 2026 માટે સબમિટ થયા પછી, વિશાલ જેઠવાએ હોલીવુડમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી, પરંતુ કહ્યું- 'પીછો નથી કરતો'
વિશાલનું ધ્યાન કોઈ ચોક્કસ ઇન્ડસ્ટ્રી પર નહીં, પરંતુ શ્રેષ્ઠ ભૂમિકાઓ (Best Roles) અને ગુણવત્તાયુક્ત સિનેમા પર છે, ભલે તે સાઉથ, હોલીવુડ કે ગુજરાતી સિનેમામાંથી હોય

ટેલિવિઝનથી બોલીવુડમાં સફળતા મેળવી રહેલા અભિનેતા વિશાલ જેઠવાની લેટેસ્ટ ફિલ્મ 'હોમબાઉન્ડ' 2026ના ઓસ્કાર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી બની છે. આ વૈશ્વિક ઓળખ મળ્યા બાદ, વિશાલે આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં કામ કરવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે.
ઝૂમ સાથેના એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં, વિશાલે સ્વીકાર્યું કે તે હોલીવુડ પ્રોજેક્ટ્સ માટે ખુલ્લા છે, પરંતુ તેઓ આક્રમક રીતે તેનો 'પીછો' કરી રહ્યા નથી.
વિશાલ જેઠવાએ શું કહ્યું?
હોલીવુડમાં કામ કરવાના પ્રશ્ન પર વિશાલે સ્પષ્ટતા કરી:
"હું હોલીવુડ ફિલ્મો કરવા માટે ખુલ્લો છું, પરંતુ હું તેનો પીછો નથી કરતો. મેરે સાથ ગ્લોબલ ફિલ્મ કા ટેગ જુડ ચૂકા હૈ તો મુઝે હોલીવૂડ મેં કામ કરના હૈ, ઐસે નહીં સોચ રહા હુ મેં. મેરે લાઈફ મેં બેસ્ટ કિરદાર જો, સાઉથ ભી હોગા, વો ચાહે કા. હોલીવુડ, મેરી ઈચ્છા ભી હૈ કી ગુજરાતી સિનેમા ભી કરું મેં હર તરીકે કા સિનેમા કરના ચાહતા હુ."
વિશાલના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેમનું ધ્યાન કોઈ ચોક્કસ ઇન્ડસ્ટ્રી પર નહીં, પરંતુ શ્રેષ્ઠ ભૂમિકાઓ (Best Roles) અને ગુણવત્તાયુક્ત સિનેમા પર છે, ભલે તે સાઉથ, હોલીવુડ કે ગુજરાતી સિનેમામાંથી હોય. 'હોમબાઉન્ડ'ની સફળતા પછી, વિશાલ હવે ભારતીય સિનેમાથી આગળ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેની પ્રતિભા દર્શાવવા માટે તૈયાર છે.
