<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 1st September 2025

‘બાઘી ૪'નું ટ્રેલર રિલીઝઃ ટાઈગર શ્રોફનો એક્‍શનથી ભરપૂર અને સંજય દત્તનો ખૂંખાર લૂક

૫ સપ્‍ટેમ્‍બરના રોજ ‘બાઘી ૪' ફિલ્‍મ સિનેમાઘરોમાં રિલીઝ થશે

 

મુંબઇ તા.૧: સાજિદ નડિયાદવાલા ૨૦૧૬થી ‘બાઘી' સીરીઝની ફિલ્‍મો લઈને આવી રહ્યા છે. છેલ્‍લા ૯ વર્ષોમાં બાઘી, બાઘી ૨ અને બાઘી ૩ એમ ત્રણ ફિલ્‍મો આવી ચૂકી છે. હવે સાજિદ નડિયાદવાલા ‘બાઘી ૪' ફિલ્‍મ લઈને આવી રહ્યા છે. જેનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્‍યું છે. જેમાં ટાઈગર શ્રોફનો ક્‍યારેય ન જોયેલો અંદાજ જોવા મળ્‍યો છે.

ટાઈગર શ્રોફ શરૂઆતથી ‘બાઘી' ફિલ્‍મ સાથે જોડાયેલો અભિનેતા છે. દરેક સીરીઝમાં તેના પાત્ર અને અભિનયમાં અલગ-અલગ અંદાજ જોવા મળ્‍યો છે. ‘બાઘી ૪'ના ટ્રેલરમાં ટાઈગર શ્રોફ ‘રોની'ના પાત્રમાં જોવા મળ્‍યો છે. જેમાં તેનો એક્‍શન અને ગુસ્‍સાવાળો અવતાર જોવા મળ્‍યો છે.

ટ્રેલરમાં રોનીને એકદમ બેકાબૂ થયેલો દર્શાવવામાં આવ્‍યો છે. તેને રોકવો મુશ્‍કેલ બની રહ્યો છે. સાથોસાથ ફિલ્‍મમાં ખલનાયકની ભૂમિકામાં ભજવતા સંજય દત્ત પણ એટલો જ ખૂંખાર લાગી રહ્યો છે. જેથી આ એક્‍શન-ડ્રામા ફિલ્‍મનું સસપેન્‍સ વધી રહ્યું છે.

ફિલ્‍મમાં ૨૦૨૧ની મિસ યુનિવર્સ હરનાઝ સંધૂ ચાર ચાંદ લગાવી રહી છે. આ તેની ડેબ્‍યુ ફિલ્‍મ છે. તે પોતાના પાત્રમાં તાકત, ગહનતા અને આકર્ષણ લાવલી રહી છે. જે એક પ્રેમિકા કરતાંય વધારે છે. ફિલ્‍મમાં સોનમ બાજવા પણ આકર્ષણનું કેન્‍દ્ર બની રહી છે. ટ્રેલર પરથી લાગી રહ્યુ છે કે, ‘બાઘી ૪' ફિલ્‍મ માત્ર અથાક યુદ્ધની સાથોસાથ પ્રેમ, પ્રતિશોધ અને મુક્‍તિની વાર્તા હશે.

ઉલ્‍લેખનીય છે કે, ૫ સપ્‍ટેમ્‍બરના રોજ ‘બાઘી ૪' ફિલ્‍મ સિનેમાઘરોમાં રિલીઝ થશે. જેને એ. હર્ષે ડિરેક્‍ટ કરી છે. સીબીએફસી દ્વારા ‘એ' સર્ટિફિકેટ મેળવનારી આ ફિલ્‍મ એક્‍શન-ડ્રામાના ચાહકોને તે ખૂબ પસંદ આવશે.(૩૮.૭)

 

(10:03 AM IST)