<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 28th August 2025

૧૯૯૭ની ફિલ્મ 'કોયલા'ની અભિનેત્રીનો ચોંકાવનારો ખુલાસો: 'શાહરુખ ખાનની ટિપ્પણીથી હું અપમાનિત થઈ હતી'

જોકે, દીપશિખાએ શાહરુખ સાથેની કેટલીક યાદગાર પળો પણ શેર કરી, જેમાં એક વરસાદી દિવસનો કિસ્સો સામેલ છે, જ્યારે બંનેએ એક જ છત્રી શેર કરી હતી

મુંબઈ : શાહરુખ ખાન, માધુરી દીક્ષિત અને દીપશિખા નાગપાલ અભિનીત ૧૯૯૭ની હિટ ફિલ્મ 'કોયલા' યાદ છે? આ ફિલ્મમાં જમીનદાર રાજા ચૌધરીની સેક્રેટરી 'બિંદિયા'નું પાત્ર ભજવનારી અભિનેત્રી દીપશિખા નાગપાલે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં શાહરુખ ખાન સાથેના તેમના પ્રથમ મુલાકાતનો એક ચોંકાવનારો કિસ્સો શેર કર્યો છે.
 
'ચાલો જોઈએ' - શાહરુખ ખાનની ટિપ્પણી
દીપશિખાએ જણાવ્યું કે જ્યારે ડિરેક્ટર રાકેશ રોશને શાહરુખ સાથે તેમનો પરિચય "ખૂબ જ સારી અભિનેત્રી" તરીકે કરાવ્યો, ત્યારે શાહરુખ ધૂમ્રપાન કરી રહ્યો હતો અને તેણે કોઈ ભાવના દર્શાવ્યા વગર માત્ર "ચાલો જોઈએ" કહીને પ્રતિક્રિયા આપી. દીપશિખાએ કહ્યું કે તેને આ ટિપ્પણીથી ખૂબ જ અપમાનિત લાગ્યું. "મેરે તો બેઇજ્જતી હો ગઈ," તેણીએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું. આ અપમાન બાદ તેણે તે ટિપ્પણીને એક પડકાર તરીકે લીધી અને પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
 
મૃત્યુના સીનથી જીત્યા દિલ
આ ફિલ્મમાં દીપશિખાનો પહેલો સીન શાહરુખ ખાનના હાથમાં મૃત્યુ પામવાનો હતો. તેણે જણાવ્યું કે આ સીન ખૂબ જ સરળતાથી શૂટ થઈ ગયો અને જ્યારે ડિરેક્ટરે તેના અભિનયના વખાણ કર્યા અને બધાએ તાળીઓ પાડી, ત્યારે તે શાંતિથી ચાલી ગઈ. તેણે એ પણ સ્વીકાર્યું કે તે શાહરુખથી "ખૂબ જ ડરતી" હતી, તેથી તેમની વચ્ચે વધુ વાતચીત થતી નહોતી.

જોકે, દીપશિકાએ શાહરુખ સાથેની કેટલીક યાદગાર પળો પણ શેર કરી, જેમાં એક વરસાદી દિવસનો કિસ્સો સામેલ છે, જ્યારે બંનેએ એક જ છત્રી શેર કરી હતી અને શાહરુખે તેને પોતાની બોર્ડિંગ સ્કૂલના રસપ્રદ કિસ્સાઓ સંભળાવ્યા હતા.

 

(9:48 PM IST)