<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 24th July 2025

ટીવી એક્‍ટ્રેસ કેવી રીતે બની ૧૨૦૦ કરોડની કોસ્‍મેટિક કંપનીની માલિક?

આશકા ગોરડિયાની સફળતાની કહાની : મુંબઇ તા.૨૪: ટીવીના પડદે ચમકનારી એક અભિનેત્રી આજે પોતાની કોસ્‍મેટિક કંપનીના કારણે સફળતાના શિખરે પહોંચી છે.

આશકા ગોરડિયાએ ૨૦૦૦ના વર્ષમાં ટીવીના પડદે પદાર્પણ કર્યું હતું. ૧૯ વર્ષની પોતાની કારકિર્દીમાં આશકાએ અનેક ટીવી સિરીયલ અને રિયાલીટી શોમાં કામ કર્યું હતું. સાથોસાથ તેણે ૨૦૧૮માં પ્રિયાંક શાહ અને આશુતોષ બલાની સાથે મળીને ૫૦ લાખના રોકાણ કરીને કોસ્‍મેટિક બાન્‍ડ શરૂ કરી હતી. પોતાની કંપનીને વધારે સમય આપવા માટે આશકાએ ૨૦૧૯માં પોતાના ટીવી ક્ષેત્રના કરિયરને તિલાંજલી આપી દીધી હતી. તેની આ મહેનત રંગ લાવી. તેની કોસ્‍મેટિક બ્રાન્‍ડ પહેલી ડિઝિટલ બ્રાંડ હતી. તેણે શરૂઆતમાં ઓનલાઈન વેચાણ શરૂ કર્યું હતુ. ધીરે-ધીરે તેણે પોતાની પ્રોડક્‍ટને ઓફલાઈન વેચવાની પણ શરૂઆત કરી હતી. આ રીતે પહેલા બે વર્ષમાં આશકાએ ૧૦૦ કરોડની કમાણી કરી હતી. આમ, આશકા ગોરડિયા સફળ બિઝનેસવુમન બની. આજે તેની કંપનીની વેલ્‍યુ ૧૨૦૦ કરોડ પર પહોંચી ગઈ છે. આશકાએ પોતાના ૧૯ વર્ષના એક્‍ટિંગ કરિયર દરમિયાન ‘અચનાક ૩૭ સાલ બાદ', ‘સાથ ફેરે', ‘શુભ વિવાહ', ‘બાલ વીર', ‘કયૂંકી સાસ ભી કભી બહુ થી', ‘પિયા કા ઘર', ‘કુસુમ', ‘નાગિન' અને ‘ડાયન' જેવી ટીવી સિરિયલ તથા બિગ બોસ સીઝન ૬, નચ બલિયે ૮, ઝલક દિખલા જા ૨૦૧૭ ખતરોં કે ખિલાડી ૪ તથા કિચન ચેમ્‍પિયન ૫ જેવા રિયાલિટી શોમાં કામ કર્યું હતું. તેણે ૨૦૧૭માં પોતાના અમેરિકન બોયફ્રેન્‍ડ બ્રેન્‍ટ ગોબલ સાથે લગ્ન કર્યા હતા. ૨૦૨૩માં તેઓના ઘરે એક સંતાન પણ જન્‍મ્‍યું હતું. હાલ આશકા પોતાના પરિવાર સાથે ગોવા ખાતે નિવાસ કરી રહી છે

(11:59 AM IST)