News of Saturday, 19th July 2025
અભિનેત્રી એલી અવરામ – યુ ટ્યુબ આશિષ ચંચલાનીનો મ્યુઝિક વિડીયો ‘ચંદાનીયા’ રિલીઝ

મુંબઇ: યુટ્યુબર આશિષ ચંચલાની અને અભિનેત્રી એલી અવરામનું વિડીયો ગીત ‘ચંદાનીયા’ શનિવારે રિલીઝ થયું. આશિષે તેનો વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.આશિષ ચંચલાનીએ ઇન્સ્ટાગ્રામ પર ગીતનો વિડીયો શેર કર્યો છે, જેમાં કેપ્શન આપ્યું છે કે, ‘અમારો મ્યુઝિક વિડીયો આવી ગયો છે. ‘ચંદાનીયા’ નામનું આ ગીત એક રોમેન્ટિક ગીત છે, જેમાં એલી અને આશિષ રોમાન્સ કરતા જોવા મળે છે.આ ગીત મિથુન દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે અને વિશાલ મિશ્રાએ ગાયું છે, જ્યારે તેના શબ્દો સઈદ કાદરીએ લખ્યા છે.
(5:44 PM IST)
