<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 26th June 2025

11 જુલાઈએ રશિયામાં રિલીઝ થશે વિક્રાંત મેસી અને શનાયા કપૂરની રોમેન્ટિ ફિલ્મ 'આંખો કી ગુસ્તાખિયાં'

નિર્માતા વરુણ બાગલાએ સોશિયલ મીડિયા પર ફિલ્મનું સત્તાવાર રશિયન પોસ્ટર કર્યું શેયર

 

 

મુંબઈ: વિક્રાંત મેસી અને શનાયા કપૂરની રોમેન્ટિક ફિલ્મ 'આંખો કી ગુસ્તાખિયાં' આ વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મોમાંની એક છે. ભારતીય દર્શકોની સાથે, આ ફિલ્મ હવે રશિયામાં પણ રિલીઝ થવા માટે તૈયાર છે. તાજેતરમાં, નિર્માતા વરુણ બાગલાએ સોશિયલ મીડિયા પર ફિલ્મનું સત્તાવાર રશિયન પોસ્ટર શેર કર્યું છે, જેમાં રશિયામાં ફિલ્મની રિલીઝ તારીખ 11 જુલાઈ જણાવવામાં આવી છે. આ પોસ્ટર રશિયન ભાષામાં છે અને તે દર્શાવે છે કે આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય દર્શકોને પણ પસંદ આવી શકે છે. આ ફિલ્મ 11 જુલાઈએ વિશ્વભરમાં રિલીઝ થઈ રહી છે અને એક નવી,દિલને ડચ કરતી પ્રેમકથા બતાવવાનું વચન આપે છે. વિક્રાંત મેસી અને શનાયા કપૂરની કેમિસ્ટ્રી ફિલ્મનો આત્મા છે. આ ફિલ્મ સુંદર રીતે પ્રેમ, હૃદયભંગ, વિશ્વાસઘાત અને કંઈપણ કહ્યા વિના ઘણું બધું કહી દેતી ક્ષણો દર્શાવે છે. ફિલ્મનું સંગીત વિશાલ મિશ્રા દ્વારા આપવામાં આવ્યું છે, જે તેની લાગણીઓને વધુ ઊંડાણ આપે છે. ટીઝર, પોસ્ટર અને ગીતોને પહેલાથી જ દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી ચૂક્યો છે.'આંખો કી ગુસ્તાખિયાં' ફરી એકવાર બોલીવુડની રોમેન્ટિક ફિલ્મોમાં નવું જીવન લાવવા જઈ રહી છે. આ ફિલ્મ ઝી સ્ટુડિયો અને મિની ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત અને માનસી બાગલા, વરુણ બાગલા અને ઓપન વિન્ડો ફિલ્મ્સ દ્વારા નિર્મિત છે. આ ફિલ્મનું દિગ્દર્શન સંતોષ સિંહ દ્વારા કરવામાં આવ્યું છે અને માનસી બાગલા દ્વારા લેખન અને નિર્માણ કરવામાં આવ્યું છે. સંગીત વિશાલ મિશ્રા દ્વારા આપવામાં આવ્યું છે. આ ફિલ્મ 11 જુલાઈ 2025 ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

(5:52 PM IST)