<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 23rd June 2025

લખનઉના ચાર રસ્‍તા પર રાતોરાત આટલી મોટી દૂધી કયાંથી આવી ગઈ?

લખનઉ,તા.૨૩: શહેરના ચાર રસ્‍તા પર કંઈક નવું પૂતળું મુકાય અને જો એ કોઈ મહાનુભાવનું પણ હોય તોય ખાસ બહુ નજર નથી પડતી. જોકે લખનઉમાં અચાનક ૧૦૯૦ ચૌરાહા તરીકે જાણીતા ફેમસ સ્‍પોટ પર એક વિશાળ દૂધી મુકાઈ ગઈ હતી. સર્કલ પર સ્‍ટેચ્‍યુની જગ્‍યાએ દૂધી જોઈને સૌને કુતૂહલ થયું હતું.

કોણે આ દૂધી મૂકી અને કેમ મૂકી? એ સવાલનો જવાબ છે નવી આવી રહેલી વેબસિરીઝ પંચાયતની નવી સીઝનની પબ્‍લિસિટી. નીના ગુપ્તા અભિનીત પંચાયતની નવી સીઝનમાં હવે પ્રધાનજી જે ચૂંટણીમાં ઊભા રહેવાના છે એમાં દૂધી તેમનું ચૂંટણીચિહન છે. (૪૦.૧૨)

(10:03 AM IST)