આ શુક્રવારે મનોરંજનનો મહાડૉઝ!: આમિરની 'સિતારે ઝમીન પર' થી લઈને ધનુષની 'કુબેરા' સુધી, OTT અને થિયેટરોમાં થશે ધમાકો!
OTT પ્લેટફોર્મથી થિયેટરોમાં નવીનતમ રિલીઝનો પ્રવાહ માટે શુક્રવાર મનોરંજન જગત માટે ખૂબ જ ખાસ હોય છે. આ 20 જૂન ફિલ્મ કોરિડોર અનુસાર ખૂબ મહત્વપૂર્ણ

મનોરંજન પ્રેમીઓ માટે આ શુક્રવાર, 20 જૂન, ખાસ બનવાનો છે! OTT પ્લેટફોર્મ્સથી લઈને મોટા પડદા સુધી, ફિલ્મો અને વેબ સિરીઝનો એક શાનદાર ડોઝ મળવાનો છે. લાંબા સમયથી રાહ જોવાતી ફિલ્મો અને વેબ સિરીઝ આ સપ્તાહે રિલીઝ થવા જઈ રહી છે. ચાલો જોઈએ આ શુક્રવારની મનોરંજનની ભવ્ય યાદી:
થિયેટરમાં ધૂમ મચાવશે આ ફિલ્મો:
સિતારે ઝમીન પર: લગભગ 3 વર્ષના લાંબા સમય પછી સુપરસ્ટાર આમિર ખાન અભિનયની દુનિયામાં કમબેક કરી રહ્યા છે. દિગ્દર્શક આર.એસ. પ્રસન્ના દ્વારા નિર્દેશિત તેમની બહુપ્રતીક્ષિત ફિલ્મ "સિતારે ઝમીન પર" શુક્રવાર, 20 જૂને વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. ચાહકોની આતુરતાનો હવે અંત આવશે.
કુબેરા: સાઉથ સિનેમાના સુપરસ્ટાર નાગાર્જુન, ધનુષ અને રશ્મિકા મંદાના અભિનીત મોસ્ટ અવેટેડ ફિલ્મ "કુબેરા" પણ આ શુક્રવારે મોટા પડદા પર રિલીઝ થવાની તૈયારીમાં છે. આ એક સસ્પેન્સ થ્રિલર છે, જેનો ટ્રેલર જોઈને ચાહકોનો ઉત્સાહ ઘણો વધી ગયો છે.
OTT પર દસ્તક દેશે આ ધમાકેદાર કન્ટેન્ટ:
ગ્રાઉન્ડ ઝીરો: અભિનેતા ઇમરાન હાશ્મીની ફિલ્મ "ગ્રાઉન્ડ ઝીરો", જે ભારતીય સશસ્ત્ર દળ BSF દ્વારા ખીણમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશન પર આધારિત છે, તે થિયેટરમાં રિલીઝ થયા પછી હવે OTT પર આવી રહી છે. આ શુક્રવારે તમે તેને એમેઝોન પ્રાઇમ વિડિયો પર ઓનલાઈન સ્ટ્રીમ કરી શકશો.
પ્રિન્સ એન્ડ ફેમિલી: મલયાલમ સિનેમાની કોમેડી ડ્રામા ફિલ્મ "પ્રિન્સ એન્ડ ફેમિલી" એ થિયેટરોમાં દર્શકોને ખૂબ હસાવ્યા. હવે આ ફિલ્મ Zee5 OTT પ્લેટફોર્મ પર શુક્રવારથી જોવા મળશે.
ડિટેક્ટીવ શેરદિલ: પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંજ અભિનીત ફિલ્મ "ડિટેક્ટીવ શેરદિલ" ની રિલીઝ માટે ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. સ્પાય થ્રિલર ઉપરાંત, આ ફિલ્મમાં કોમેડીનો તડકો પણ જોવા મળશે. આ ફિલ્મ આ શુક્રવારથી પ્રખ્યાત OTT પ્લેટફોર્મ Zee5 પર જોઈ શકાશે.
ફાઉન્ડ સીઝન 2: હોલીવુડની મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ "ફાઉન્ડ" ની નવી સીઝન પણ આ શુક્રવાર, 20 જૂનના રોજ OTT પ્લેટફોર્મ Jio Hotstar પર જોઈ શકાશે. આ શ્રેણીમાં અંગ્રેજી સિનેમાના સુપરસ્ટાર શાનોલા હેમ્પટન, કેલી વિલિયમ્સ અને બ્રેટ ડાલ્ટન મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવતા જોવા મળશે.
સપ્તાહના અંતે કોમેડીનો ડોઝ:
ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો સીઝન 3: માત્ર શુક્રવાર જ નહીં, આ સપ્તાહના અંતે શનિવાર પણ મનોરંજનની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે. પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માનો લોકપ્રિય "ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો" તેની સીઝન 3 સાથે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર પાછો ફરવા જઈ રહ્યો છે.
તો આ સપ્તાહના અંતે નવી ફિલ્મ કે વેબ સિરીઝ જોવાની અત્યારથી જ બનાવી લો યોજના!
