‘કેસરી ચેપ્ટર 2’નું ટ્રેલર તેલુગુમાં રિલીઝ :અક્ષય કુમારે શેર કર્યું

મુંબઇ: બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનો ‘ખિલાડી’ એટલે કે અક્ષય કુમાર હેડલાઇન્સમાં રહે છે. ૧૮ એપ્રિલના રોજ હિન્દી ભાષામાં રિલીઝ થયેલી તેમની ફિલ્મ ‘કેસરી ચેપ્ટર ૨: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ જલિયાંવાલા બાગ’ દરેક જગ્યાએ પ્રશંસા મેળવી રહી છે. આ ફિલ્મ હવે તેલુગુ ભાષામાં રિલીઝ થવા જઈ રહી છે. અભિનેતાએ સોશિયલ મીડિયા પર તેલુગુ ટ્રેલર રિલીઝ કર્યું છે.અક્ષય કુમારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેલુગુ ભાષામાં ફિલ્મ ‘કેસરી ચેપ્ટર 2’નું ટ્રેલર રિલીઝ કર્યું. ટ્રેલર રિલીઝ કરતી વખતે, તેમણે કેપ્શનમાં લખ્યું – “લોકોએ તેમના પર ગોળીબાર કર્યો, પરંતુ ડરવાને બદલે, તેમણે સાચો જવાબ આપ્યો”... તેલુગુમાં રિલીઝ થવાની સાથે, આ ફિલ્મ હવે તેલુગુ ભાષી દર્શકો સુધી પણ પહોંચશે, જ્યાં દેશભક્તિ અને ઐતિહાસિક વાર્તાઓમાં ઊંડો રસ છે.અગાઉ, અભિનેતાએ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ફિલ્મના તેલુગુ વર્ઝનની રિલીઝ તારીખ જાહેર કરી હતી. પોસ્ટમાં ફિલ્મનું પોસ્ટર શેર કરવામાં આવ્યું હતું, જેના પર તેલુગુ ભાષામાં ફિલ્મનું નામ ‘કેસરી ચેપ્ટર 2’ લખેલું હતું અને નીચે રિલીઝ તારીખ લખેલી હતી. આ પોસ્ટર શેર કરતા અક્ષયે કેપ્શનમાં લખ્યું, “જે દફનાવવામાં આવ્યું હતું તે માત્ર સત્ય નહોતું, તે અધૂરો ન્યાય હતો! ‘કેસરી ચેપ્ટર 2’ 23 મેના રોજ તેલુગુ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહ્યું છે.
