‘કેસરી વીર લિજેન્ડસ ઓફ સોમનાથ'નું ટ્રેલર રિલીઝ
સોમનાથ મંદિરની રક્ષા માટે થયેલા યુધ્ધ, બલીદાન, વીરોના શોૈર્યની કહાની : સુનિલ શેટ્ટી, સૂરજ પંચોલી, વિવેક ઓબેરોય, આકાંક્ષા શર્માની મુખ્ય ભુમિકાઃ ૧૬મીમેએ સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે ફિલ્મ

મુંબઇ તા. ૩૦: સુનીલ શેટ્ટી, વિવેક ઓબેરોય, આકાંક્ષા શર્મા અને સુરજ પંચોલી અભિનિત બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘કેસરી વીર-લેજેન્ડ્સ ઓફ સોમનાથ'નું ટ્રેલર રિલીઝ થયું છે. જે ભારતના સમળદ્ધ ઈતિહાસના એક પ્રેરણાદાયક અધ્યાયને રજૂ કરે છે. પ્રિન્સ ધીમાનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનું ટ્રેલર ૧૪મી સદીમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરની રક્ષા માટે થયેલા યુદ્ધ, બલિદાન અને વીરોના શૌર્યને દર્શાવે છે.
ટ્રેલરમાં સુનીલ શેટ્ટીને નિર્ભય યોદ્ધા વેગડાજી તરીકે દર્શાવવામાં આવ્યા છે, જે ધર્મની રક્ષા માટે લોહીથી સ્નાન કરેલી કુહાડી લઈને યુધ્ધભૂમિમાં દુશ્મનો સામે લડી રહ્યાં છે. તેમની સાથે સુરજ પંચોલી વીર હમીરજી ગોહિલના પાત્રમાં મોટા પડદા પર દમદાર વાપસી કરી છે. ઐતિહાસિક પળષ્ઠભૂમિ પર પોતાનો પહેલો પડકાર સ્વીકારતા સુરજ પંચોલી તેમના ઍક્શન દૃશ્યો, પ્રભાવશાળી સંવાદ પ્રસ્તૂતિ અને ભાવનાત્મક અભિનયથી પ્રભાવિત કરે છે& વિવેક ઓબેરોયના અભિનયમાં ખલનાયક જફર ખાનનું પાત્ર પણ ટ્રેલરમાં ઝલકે છે, જે બળજબરી અને આતંક દ્વારા સ્થાનિક લોકોએ પોતાની સત્તા સ્થાપિત કરવા માગે છે. ફિલ્મમાં નવી અભિનેત્રી આકાંક્ષા શર્માનો પણ પરિચય થાય છે, જે રાજલ નામના એક બહાદુર મહિલા યોદ્ધાની ભૂમિકા ભજવે છે. તે વેગડાજી અને વીર હમીરજી ગોહિલ સાથે મળીને મંદિરની રક્ષા માટેના આ પવિત્ર અભિયાનમાં સામેલ થાય છે.
ટ્રેલર ધર્મ, જબરજસ્ત યુદ્ધ દૃશ્યો, ભાવનાત્મક ડ્રામા અને પ્રેમનું ઉત્તમ મિશ્રણ રજૂ કરે છે. આ ફિલ્મ બ્લોકબસ્ટર બનવાની નિર્માતાઓને આશા છે.
ફિલ્મ પ્રિન્સ ધીમાનના નિર્દેશનમાં બની છે અને કનુભાઈ ચૌહાણ દ્વારા ચૌહાણ સ્ટુડિયોના બેનર હેઠળ નિર્મિત કરવામાં આવી છે. કેસરી વીરને પેનોરમા સ્ટુડિયો દ્વારા વિશ્વભરમાં ૧૬મી મેના રોજ રિલીઝ કરવામાં આવશે.
