<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 2nd April 2025

અમે ફક્ત પ્રાર્થના કરી શકીએ છીએ કે દિશા વાકાણી તે પાત્રમાં પાછી આવે, તે મારી બહેન જેવી છે અને તેના પર કૌટુંબિક જવાબદારીઓ છે, તેથી તેના માટે પાછા ફરવું મુશ્કેલ હોઈ શકે છે : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના અસિત મોદીએ મૌન તોડ્યુ

શોમાં દયાબેનના પાત્ર માટે અભિનેત્રી કાજલ પિસલને લેવામાં આવી છે, પરંતુ કાજલે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, તેણીએ 2022 માં ઓડિશન આપ્યું હતું, જેની તસવીરો હવે વાયરલ થઈ રહી છે. આ માત્ર એક અફવા છે અને બીજું કંઈ નથી

મુંબઈ તા.૨ :  છેલ્લા કેટલાક વર્ષોથી ટીવીના લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ચાહકો શોમાં દિશા વાકાણી એટલે કે 'દયાબેન'ની વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ સમાચાર સામે આવ્યા હતા કે, શોમાં દયાબેનના પાત્ર માટે અભિનેત્રી કાજલ પિસલને લેવામાં આવી છે. પરંતુ, કાજલે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, તેણીએ 2022 માં ઓડિશન આપ્યું હતું, જેની તસવીરો હવે વાયરલ થઈ રહી છે. આ માત્ર એક અફવા છે અને બીજું કંઈ નથી.

હવે આ મામલે શોના નિર્માતા અસિત મોદીએ દયાબેનના વાપસીના સમાચાર પર મૌન તોડ્યું છે. આ સાથે જ તેમણે દિશા વાકાણી સાથેના તેમના સંબંધો વિશે પણ વાત કરી છે.

અસિત મોદીએ  એક ઈન્ટવ્યૂમાં દયાબેનના વાપસી વિશે જણાવ્યું કે, લોકો દયાબેનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, હું ટૂંક સમયમાં જ ફાઇનલ કરીશ. લોકો કહે છે કે તેઓ દયાબેન વિના શોમાં મજા આવી રહી નથી અને હું પણ સંમત છું. એક ટીમ તરીકે, અમે દયા ભાભીની જગ્યા શક્ય તેટલી ભરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ તે જલ્દી જ પરત ફરશે.

અસિત મોદીએ દિશા વાકાણીની વાપસી પર વાત કરતાં કહ્યું કે, અમે ફક્ત પ્રાર્થના કરી શકીએ છીએ કે દિશા વાકાણી તે પાત્રમાં પાછી આવે. તે મારી બહેન જેવી છે અને તેના પર કૌટુંબિક જવાબદારીઓ છે, તેથી તેના માટે પાછા ફરવું મુશ્કેલ હોઈ શકે છે. અમે હજુ પણ તેને યાદ કરીએ છીએ. તે ટીમ પ્રત્યે ખૂબ કાળજી રાખતી અને નિષ્ઠાવાન હતી. આશા છે કે અમને તેના જેવું કોઈ મળશે.

(3:52 PM IST)