'કોઈને પ્રેમ કરો તો એટલો કરો કે...' ૭૦ વર્ષની રેખાએ જણાવી શું છે ઈશ્કની તડપ ?
રેખાએ ઘણી વખત પ્રેમ વિશે પોતાના દિલની વાત કહી ચૂકી છે, હાલમાં જ અભિનેત્રીએ ફરી એકવાર પોતાના દિલની વાત વ્યકત કરી છે : જેમાં તેની એકલતાની પીડા સ્પષ્ટ દેખાતી હતી :અભિનેત્રીનું આ નિવેદન હાલ ખૂબ જ વાયરલ થઈ રહયું છે, જેમાં તે પ્રેમ વિશે વાત કરતી જોવા મળી હતી

મુંબઇ, તા.૧૩: ૭૦ વર્ષની રેખાનો ચાર્મ આજે પણ એવો જ છે. જ્યારે તે કોઈપણ એવોર્ડ ફંકશન કે ઈવેન્ટમાં જાય છે ત્યારે તે એક જ ક્ષણમાં તમામ લાઈમલાઈટ આવી જાય છે. રેખાનું અંગત જીવન દરેક માટે ખુલ્લી કિતાબ જેવું છે, પરંતુ કયારેક તે પ્રેમમાં કંઈક એવું કહે છે કે, તેનું નિવેદન તેની એકલતાની પીડાને વ્યકત કરે છે. હાલમાં જ એક ફિલ્મના ટ્રેલર લોન્ચ પ્રસંગે અભિનેત્રીએ પ્રેમ વિશે કંઈક એવું કહયું કે, તેનું નિવેદન લોકોનું ધ્યાન ખેંચી રહયું છે.
રેખાને જોઈને ઘણી વાર લાગે છે કે ઉંમર માત્ર એક આંકડો છે. ૭૦ વર્ષની રેખા તાજેતરમાં જ ફિલ્મ 'પિન્ટુ કી પપ્પી'ના ટ્રેલરમાં તેની કિલર સ્ટાઈલમાં આવી હતી. રેખાએ કાંજીવરમ સાડીને બદલે સ્ટાઇલિશ લુકમાં જોવા મળી હતી. જેમાં તેની અલગ–અલગ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી હતી અને વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. અભિનેત્રીએ વાળ બાંધ્યા બાદ સફેદ બ્લેઝર અને માથા પર ટોપી પહેરી હતી. આ ઉપરાંત તેના ચહેરા પરના ગોગલ્સ તેના લુકમાં વધારો કરી રહ્રયા હતા.
આ પ્રસંગે રેખા સ્ટેજ પર આવતા જ રોનક વધુ વધી ગઈ હતી. રેખાએ કહયું કે, 'એટલું જ કહીશ કે જે ઈચ્છો છો તે કહેતા રહો. ચૂપ રહેવાની શરમ કોણ જાણે? આ રાજ–એ–મોહબ્બત છે. પ્યારે. તુમ રાજ–એ–મોહબ્બક કયા જાનો? આ મારો ખૂબ જ જૂનો એક શેર છે. જે મને આવડે છે. એમ તો મેં જિંદગીમાં એક જ શેર લખ્યો છે કહી દઉં? જો કોઈને પ્રેમ કરો છો, તો એટલો પ્રેમ કરો કે તમને બીજી કોઈ વસ્તુની ઈચ્છા ન રહે.'
રેખાએ સિમી ગરેવાલના શોમાં વર્ષો પહેલા ખુલ્લેઆમ તો નહીં પરંતુ વાત વાતમાં આ જરૃર કહી દીધું હતું કે, તે અમિતાભ બચ્ચનને પસંદ કરે છે. રેખા અને અમિતાભ બચ્ચનની ફિલ્મ 'સિલસિલા' ખૂબ જ હિટ રહી હતી. તે ૧૯૮૧માં રિલીઝ થઈ હતી, જેમાં પહેલી વખત જયા બચ્ચન, અમિતાભ બચ્ચન અને રેખાએ સ્ક્રીન શેર કરી હતી. એવું કહેવાય છે કે, આ ફિલ્મ લવ ટ્રાયેન્ગલ પર આધારિત છે જે રિયલ હતી. પરંતુ આ વાત કયારેય કોઈએ સ્વીકારી નથી. ત્યાં સુધી કે, આ ફિલ્મનું રંગ બરસેગીત આજે પણ હોળી પર ખૂબ જ સાંભળે છે અને જોરશોરથી ડાન્સ કરે છે.
