<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 6th March 2025

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ માં ટપ્પુ સાથે ભાગી જશે સોનુ? આ વ્યક્તિ બનાવશે તેમનો પ્લાન નિષ્ફળ; શોમાં જોવા મળી શકે છે નવા ટ્વિસ્ટ

લાંબા સમયથી દર્શકોનું મનોરંજન કરતા શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં હાલમાં ચાલી રહેલા નવા ટ્રેકને લઈને ભારે ઉત્સુકતા

નવી દિલ્હી તા.૬ : લાંબા સમયથી દર્શકોનું મનોરંજન કરતા શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં હાલમાં ચાલી રહેલા નવા ટ્રેકને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. શોમાં જેઠાલાલનો દીકરો ટપ્પુ અને ભીડેની દીકરી સોનુ મુખ્ય ચર્ચામાં છે, પણ વાત લગ્નની છે અને આશ્ચર્યજનક રીતે, શોમાં સોનુના લગ્ન ટપ્પુ સાથે નહીં, પણ અભિનવ નામના એક યુવક સાથે નક્કી થયા છે. 

સોનુને જોવા માટે અભિનવ અને તેમનો પરિવાર આવે છે, અને લગ્ન માટે હા પાડી દે છે. ભીડે પરિવારની હાજરીમાં સોનુની સગાઈ પણ થઈ જાય છે. આ સાંભળતા જ ટપ્પુના મિત્ર ગોગી, ગોલી અને પિંકુ ટપ્પુને આ ખબર આપે છે. આ સમાચાર મળતા જ ટપ્પુ તૂટીને ભાંગી પડે છે. 

શું ટપ્પુ અને સોનુ ખરેખર ભાગી જશે?

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના આગામી એપિસોડમાં ધમાલભર્યા ટ્વિસ્ટ જોવા મળશે. શોના લેટેસ્ટ એપિસોડમાં બતાવવામાં આવ્યું છે કે, સોનુ ભીડે સામે ફોન પર તેના મિત્ર સાથે વાત કરે છે. જો કે, બીજી બાજુ ટપ્પુ અને તેના બધા મિત્રો હોય છે. તે ટપ્પુને નિરાલી કહીને વાત કરે છે અને કહે છે કે, 'હેપ્પી બર્થડે નિરાલી'. ત્યારે ટપ્પુ કહે છે, ભીડે અંકલ સામે છે. આ પછી સોનુ કહે છે, પપ્પા પણ તને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. સાંભળો, હું આજે આવી શકીશ નહીં. તને ખબર છે કે મારા પિતા કેટલા સ્ટ્રિક્ટ છે. આ વાત સાંભળીને ભીડે કહે છે, 'જઈને આવો.' ત્યારબાદ સોનુ બેગ લઈને તેના ઘરેથી નીકળે છે અને પાછળથી ભીડે આવી જાય છે. ભીડે સોનુને છોડવા માટે તેના સ્કૂટર પર જાય છે. ભીડે સાથે સોનુને જોઈને ટપ્પુ આશ્ચર્યચકિત થઈ જાય છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે, બંને કેવી રીતે ભાગે છે. 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના લેટેસ્ટ પ્રોમોમાં દેખાડવામાં આવ્યું છે કે, ટપ્પુ અને સોનુ લગ્ન માટે ભાગી જવાનું નક્કી કરે છે. ટપ્પુ સોનુને સમજાવે છે કે હવે તેમની પાસે બીજું કોઈ વિકલ્પ નથી, અને સોનુ પણ તેની વાત સાથે સહમત થાય છે. પણ સવાલ એ છે કે શું તેઓ ભાગવામાં સફળ થશે કે પછી ભીડે કે કોઈ અન્ય વ્યક્તિ તેમને અટકાવશે? આગામી એપિસોડમાં શોમાં નવા ટ્વિસ્ટ જોવા મળી શકે છે.

(4:48 PM IST)