<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 19th February 2025

કેસરી વીર માટે સૂરજ પંચોલીએ લીધી કઠોર તાલીમ

મુંબઈ: સૂરજ પંચોલી તેમની પહેલી બાયોપિકમાં વીર હમીરજી ગોહિલના ઐતિહાસિક પાત્રને જીવંત કરવા જઈ રહ્યા છે. સુનીલ શેટ્ટી, વિવેક ઓબેરોય અને સૂરજ પંચોલી અભિનીત ફિલ્મ કેસરી વીર: લિજેન્ડ્સ ઓફ સોમનાથનું ટીઝર ગઈકાલે રિલીઝ થયું હતું. આ ફિલ્મથી નવી અભિનેત્રી આકાંક્ષા શર્મા પણ ડેબ્યૂ કરી રહી છે. ૧૪મી સદીના સોમનાથ મંદિરના રક્ષણ માટે બહાદુરીથી લડતા યોદ્ધાના પાત્રમાં પ્રવેશવા માટે સૂરજનું શારીરિક પરિવર્તન થયું. તેમણે નિષ્ણાતોની દેખરેખ હેઠળ તીરંદાજી, તલવારબાજી અને સહનશક્તિ કસરતોની સઘન તાલીમ લીધી.પોતાની તૈયારી વિશે વાત કરતાં સૂરજે કહ્યું, "આ પાત્રે મને મારી મર્યાદાઓથી આગળ ધકેલી દીધો. મારે તે યુગના યોદ્ધાઓની જેમ તાકાત, ચપળતા અને સહનશક્તિ વિકસાવવી પડી. તલવારબાજી સૌથી પડકારજનક હતી કારણ કે મારે વિવિધ લડાઇ તકનીકો શીખતી વખતે હમીરજી ગોહિલની લડાઇ શૈલીની પ્રામાણિકતા જાળવી રાખવી પડી. આખી સફર અત્યંત સંતોષકારક રહી છે." તેમણે કહ્યું કે તેમણે એક મજબૂત યોદ્ધા બનવા માટે મહિનાઓ સુધી તીરંદાજી, તલવારબાજી અને સહનશક્તિનો અભ્યાસ કર્યો. તેમણે યુદ્ધ નિષ્ણાતો પાસેથી ઘોડેસવારી અને હાથોહાથ લડાઈ જેવી પ્રાચીન યુદ્ધ તકનીકો પણ નજીકથી શીખી. આ ભૂમિકા માટે, સૂરજે સખત ફિટનેસ રૂટિનમાંથી પસાર થયું, જેમાં તાકાત અને ચપળતા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું જેથી તે વાસ્તવિકતા સાથે એક્શન સિક્વન્સ કરી શકે.

 

(5:18 PM IST)