<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Saturday, 8th February 2025

ગોરી હૈ કલાઇયાં...‘મેરે હસબન્‍ડ કી બીવી'નું ગીત થયું રિલીઝ

અર્જુન કપૂર, ભૂમિ પેડનેકર, રકુલપ્રિતની ફિલ્‍મ આવશે ૨૧મીએ

મુંબઇ તા. ૮: તાજેતરમાં ફિલ્‍મ ‘મેરે હસબન્‍ડ કી બીવી'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્‍યું હતું. હવે  ફિલ્‍મના નિર્માતાઓએ ફિલ્‍મનું સિચ્‍યુએશનલ કોમેડી ગીત ગોરી હૈ કલાઇયાં રિલીઝ કર્યું છે. આ દમદાર ગીત છે. આ ગીત અર્જુન કપૂર, ભૂમિ પેડનેકર અને રકુલ પ્રીત સિંઘ પર ફિલ્‍માવાયુ છે. આ ગીત ડાન્‍સમુવ્‍સને કારણે પસંદ થઇ રહ્યું છે તો પાર્ટીસોંગ પણ બની શકે તેવું છે.

ગીત વિશે વાત કરતા ફિલ્‍મના ડિરેક્‍ટર મુદસ્‍સર અઝીઝે કહ્યુ કે અમારો વિચાર દર્શકોને તે યાદગાર ફિલ્‍મી ગીતોની ભાવનામાં લઈ જવાનો હતો જે હિન્‍દી સિનેમાની ઓળખ છે. મને આ ગીતો હંમેશા પસંદ આવ્‍યા છે. મેરે હસબન્‍ડ કી બીવીનું ગીત ગોરી હૈ કલાઈયાં ગીત બાદશાહ અને કનિકા કપૂરે ગાયું છે.  જ્‍યારે તે અક્ષય અને આઈપીની જોડીએ કમ્‍પોઝ કર્યુ છે. ફિલ્‍મ ૨૧ ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

(3:43 PM IST)