બિગ બોસ 18ના વિનરનું નામ સલમાને જાહેર કરી દીધું ?
શોના હોસ્ટની ભૂલને કારણે લોકોએ વિજેતાના નામનું અનુમાન લગાવ્યું. ચાલો જાણીએ કે સિઝન 18ની ટ્રોફી કોને મળશે

મુંબઇઃ બિગ બોસ ચાહકો માટે હવે સમય નજીક આવી ગયો છે., કારણ કે સિઝિન 18ના ગ્રાન્ડ ફિનાલે માટે હવે માત્ર 1 અઠવાડીયું જ બાકી રહ્યું છે. તો હવે રસાકસી જેવો માહોલ સર્જાયો છે. દરેક સ્પર્ધકો ટ્રોફીની એકદમ નજીક આવી ગયા છે. શ્રુતિકા અર્જુનને સપ્તાહના મધ્યમાં શોમાંથી બહાર કરવામાં આવી હતી. એક રિપોર્ટ અનુસાર ચાહત પાંડે શોમાંથી બહાર છે, જેનો એપિસોડ રવિવારે બતાવવામાં આવશે. આ તમામ બાબતો વચ્ચે હવે વિજેતાના નામ સાથે જોડાયેલી એક મોટી હિંટ મળી છે.
હવે શોમાં બસ 7 સ્પર્ધકો બાકી છે. જેમાં વિવિયન ડીસેના, કરણવીર મહેરા, ચૂમ દરંગ, અવિનાશ મિશ્રા, ઈશા સિંહ અને રજત દલાલના નામ સામેલ છે. બિગ બોસના ચાહકો આતુરતાથી જાણવા માંગે છે કે કોને બિગ બોસ 18ની ટ્રોફી મળશે. સલમાન ખાને વીકેન્ડ કા વાર એપિસોડમાં આને લગતી એક મોટી હિંટ આપી છે. સિઝિના ફિલનાલેને લઇને અનેક ચર્ચા ચાલી રહી છે. જો કે સોશિયલ મીડિયા પર બિગ બોસના ફેન પેજમાં એક પોસ્ટ મૂકવવામાં આવી છે, જે વાયરલ થઇ રહી છે. સાથે આ પોસ્ટમાં દાવો પણ કરવામાં આવ્યો છે કે સલમાને વીકેન્ડ કા વાર એપિસોડમાં બધાને નિશાન બનાવ્યા હતા, પરંતુ તેણે કોઈપણ સ્પર્ધકને ઠપકો આપ્યો ન હતો.
રજત દલાલ છે તેના બિગ બોસના વિજેતા બનવાના સંકેત આપે છે. જો કે સત્તાવાર જાહેરાત ગ્રાન્ડ ફિનાલેના દિવસે જ કરવામાં આવશે. જ્યાં સુધી ચાહકો સતત તેમના પોતાના અનુસાર વિજેતાના નામનું અનુમાન લગાવતા હોય છે. વીકેન્ડ કા વાર એપિસોડમાં, સલમાન ખાન કોઈને કોઈને ક્લાસ કરે છે. આ વખતે કરણવીર મહેરા અને વિવિયન ડીસેના તેના નિશાન બન્યા હતા. ભાઈજાને વિવિયનને ફિનાલે ટાસ્કની ટિકિટ વિશે ઘણી ઠપકો આપ્યો. તેણે વિવિયનને કહ્યું, તું તારી સામે કોઈને જોઈ શકતો નથી, ટાસ્કમાં તને સાથ આપનાર મિત્રોની વાત પણ તેં સાંભળી નથી. આ સિવાય કરણવીર મહેરાને કહેવામાં આવ્યું કે જો આ શો તમારા માટે યોગ્ય નથી તો છોડી દો.
સલમાન ખાનના ઈશારા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રજત દલાલની પોસ્ટ વાયરલ થઈ રહી છે. શો સાથે જોડાયેલી એક વીડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે, જેમાં શોના હોસ્ટ સલમાન રજતના વખાણ કરતા જોવા મળે છે.
