શ્રદ્ધા કપૂરે શેયર કરી પોતાની નવી હેરસ્ટાઇલ

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે પોતાની નવી હેરસ્ટાઇલની ઝલક આપી છે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલી તસવીરોમાં અભિનેત્રી ઢીંગલી જેવી દેખાતી હતી.સોશિયલ મીડિયા પર સક્રિય રહેતી આ અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી છે. પહેલી તસવીરમાં, અભિનેત્રી તેના નવા હેરકટ કરાવ્યા પછી સલૂનમાં મિરર સેલ્ફી લેતી જોવા મળી હતી, જ્યારે બીજી તસવીરમાં, તે લિફ્ટમાં સેલ્ફી લેતી જોવા મળી હતી. તસવીરોમાં, અભિનેત્રી ડેનિમ શર્ટ સાથે વાદળી પેન્ટ પહેરેલી જોવા મળી હતી. અભિનેત્રી તેના નવા લુકની તસવીરોમાં હસતી જોવા મળી હતી.તસવીરો શેર કરતાં શ્રદ્ધાએ કેપ્શનમાં લખ્યું, “બાલ બાલ જછ ગઈ.”ગયા મહિને, શ્રદ્ધાએ 2024નો પોતાનો એક થ્રોબેક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણતી જોવા મળી હતી. વિડીયો મોન્ટેજમાં, તેણી તેના મિત્રો સાથે હોળીની ઉજવણી કરતી અને તેના પરિવાર સાથે ખાસ ક્ષણો વિતાવતી પણ જોવા મળી હતી.તેમણે કેપ્શનમાં લખ્યું, "પોસ્ટ મોડી પડી છે એવું ન કહો, ક્રિસમસ અને નવા વર્ષ વચ્ચે બધું માફ થઈ ગયું છે.
