<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 2nd January 2025

જાન્‍યુઆરી મહિનામાં અલગ અલગ OTT પ્‍લેટફોર્મ પર રિલીઝ થશે આ દમદાર ફિલ્‍મો અને વેબ સીરીઝ

 

નવી દિલ્‍હી, તા.૨: જાન્‍યુઆરી મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને સાથે જ પ્રાઇમ વીડિયો, નેટફિ્‌લક્‍સથી લઈને અલગ અલગ ઓટીટી પ્‍લેટફોર્મ પર વેબ સિરીઝ રીલીઝ પણ થવા લાગી છે. છેલ્લા ઘણા સમયથી ઓટીટી પ્‍લેટફોર્મનો ક્રેઝ વધ્‍યો છે. લોકો ઘર બેઠા વેબ સીરીઝ અને ફિલ્‍મોની મજા માણવાનું પસંદ કરે છે. જો તમે પણ ઓટીટી લવર છો તો તમને જણાવી દઈએ જાન્‍યુઆરી મહિનામાં કયા ઓટીટી પ્‍લેટફોર્મ પર કઈ ફિલ્‍મો અને વેબ સિરીઝ રીલીઝ થવાની છે.

ડોન્‍ટ ડાઈ : ઓટીટી પ્‍લેટફોર્મ નેટફિ્‌લક્‍સ પર don't die ફિલ્‍મ રિલીઝ કરી દેવામાં આવી છે. આ ફિલ્‍મ એક જાન્‍યુઆરીએ રિલીઝ થઈ છે આ ફિલ્‍મ પ્રખ્‍યાત અમેરિકન બિઝનેસમેન બ્રાયન જોનસનના જીવન પર આધારિત છે.

શાર્ક ટેક્ર સીઝન ૪ : રિયાલિટી શો શાર્ક ઈન્‍ડિયાની ચોથી સીઝન જાન્‍યુઆરી મહિનામાં રિલીઝ થઈ રહી સોની લીવ પર આ સીઝન રિલીઝ થશે. ૬ જાન્‍યુઆરી થી આ સિરીઝના એપિસોડ સ્‍ટ્રીમ કરવામાં આવશે.

બ્‍લેક વોરંટ : નેટફિ્‌લક્‍સ પર બ્‍લેક વોરંટ નામની વેબ સીરીઝ રિલીઝ થવાની છે. ૧૦ જાન્‍યુઆરીથી આ સિરીઝના એપિસોડ સ્‍ટ્રીમ કરવામાં આવશે. આ વેબ સીરીઝ સુનિલ ગુપ્‍તા અને સુનેત્રા ચૌધરીની બુક બ્‍લેક વોરંટ પર આધારિત છે.

મિશન ઈમ્‍પોસિબલ : હોલીવુડના ફેમસ એક્‍ટર ટોમ ક્‍રુઝની સુપરહિટ ફિલ્‍મ મિશન ઈમ્‍પોસિબલનો નવો પાર્ટ આ મહિનામાં ૧૧ જાન્‍યુઆરીથી નેટફિ્‌લક્‍સ પર સ્‍ટ્રીમ થશે.

પાતાલ લોક ૨ : ઓટીટી પ્‍લેટફોર્મ પ્રાઈમ વિડીયો પર પાતાલ લોક ૨૦૨૦ માં રિલીઝ થઈ હતી. આ સીરીઝનો બીજો પાર્ટ હવે ૧૭ જાન્‍યુઆરીએ રિલીઝ કરવામાં આવશે.

ધ રોશન્‍સ : બોલિવૂડના સુપરસ્‍ટાર ઋત્‍વિક રોશનના પરિવાર પર આધારિત ડોકયુમેન્‍ટરી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. હવે આ ડોકયુમેન્‍ટરી ૧૭ જાન્‍યુઆરીથી નેટફિ્‌લક્‍સ પર રિલીઝ કરવામાં આવશે.

(3:00 PM IST)