એક-બે નહીં એક ડઝન ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથરેલ

સંગીત જગતમાં હાલ ઉદાસીનું વાતાવરણ છે. મહાન તબલાવાદક ઝાકિર હુસૈન હવે આ દુનિયામાં નથી. ઝાકિરે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના પરિવાર દ્વારા તેમના મળત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. પોતાના સંગીતના જાદુથી આખી દુનિયાને મંત્રમુગ્ધ કરનાર ઝાકિર હુસૈનનું અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં નિધન થયું છે. લગભગ ૬ દાયકાની કારકિર્દીમાં ઝાકિરે ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારો જીત્યા છે. સરકારે ઝાકીરને પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણથી પણ સન્માનિત કર્યા. પરંતુ શું તમે જાણો છો કે ત્રણ ગ્રેમી એવોર્ડ જીતનાર ઝાકિર હુસૈન એક એક્ટર પણ હતા. તેણે શશિ કપૂર સાથે પડદા પર પોતાની અભિનય શક્તિ દેખાડી હતી.
ઉસ્તાદ ઝાકિર હુસૈને તેમની કારકિર્દીમાં એક-બે નહીં પરંતુ ૧૨ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેણે ૧૯૮૩માં બ્રિટિશ ફિલ્મ ‘હીટ એન્ડ ડસ્ટ'માં શશિ કપૂર સાથે કામ કર્યું હતું. ઝાકિરે આ ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી. ઝાકીરના ચાહકોને પણ ફિલ્મમાં તેની એક્ટિંગ સ્કિલ જોવા મળી હતી. આ પછી તે ૧૯૯૮માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સાઝ'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેણે અભિનેત્રી શબાના આઝમીના પ્રેમીની ભૂમિકા ભજવી હતી. આ સિવાય તેઓ ધ પરફેક્ટ મર્ડર (૧૯૮૮), થંડુવિટન એન્નાઈ (૧૯૯૧ તમિલ ફિલ્મ, કેમિયો રોલ), મિસ બીટીઝ ચિલ્ડ્રન (૧૯૯૨), ઝાકિર એન્ડ હિઝ ફ્રેન્ડ્સ (૧૯૯૮), ટોર (૨૦૧૮), મંકી જેવી ૧૨ ફિલ્મોમાં જોવા મળ્યા હતા
