News of Thursday, 5th December 2024
બોલીવુડના જાણીતા કલાકારો કુંભમેળામાં ભાગ લઈ મહાકુંભને યાદગાર બનાવશે
અભિનેતા આશુતોષા રાણા ૨૫ જાન્યુઆરીએ “હમારે રામ” માં રાવણની ભૂમિકામાં જોવા મળશે. ૨૬ જાન્યુઆરીએ વરિષ્ઠ અભિનેત્રી હેમામાલીની “ગંગા અવતાર” ના થીમ પર પરર્ફોર્મ કરશે

મુંબઈ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ૧૨ વર્ષ પછી ૧૩ જાન્યુઆરીથી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન મહાકુંભ મેળો યોજાશે. આ કુંભમેળામાં બોલીવુડના સ્ટાર અને જાણીતા કલાકારો ભાગ લેશે અને રામાયણ તેમજ મહાભારત સહિતની વાર્તાઓ પર પરર્ફોર્મ કરી મનોરંજન સાથે આધ્યાત્મિકતાનું મિશ્રણ કરી શ્રદ્ધાળુઓ માટે આ મહાકુંભને યાદગાર બનાવશે.
અભિનેતા આશુતોષા રાણા ૨૫ જાન્યુઆરીએ “હમારે રામ” માં રાવણની ભૂમિકામાં જોવા મળશે. ૨૬ જાન્યુઆરીએ વરિષ્ઠ અભિનેત્રી હેમામાલીની “ગંગા અવતાર” ના થીમ પર પરર્ફોર્મ કરશે.
મહાકુંભ દરમિયાન દેશભરની સાંસ્કૃતિક સંસ્થાઓ દ્વારા સેંકડો કલાકારો નાટ્ય, નૃત્ય, વિવિધ વાદ્યોની પ્રસ્તૃતિ રજુ કરનાર છે.
(11:39 PM IST)
