‘છોટા પંડિત’ રાજપાલ યાદવે ભૂલ ભૂલૈયાની રિલીઝ વચ્ચે ચાહકોની માફી માંગી

મુંબઇ : અનીસ બઝમી દ્વારા દિગ્દર્શિત બહુપ્રતિક્ષિત ફિલ્મ ભૂલ ભૂલૈયા રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં રાજપાલ યાદવ મહત્વના રોલમાં છે. દરમિયાન, અભિનેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચાહકોની માફી માંગી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને અભિનેતા રાજપાલ યાદવે માફી માંગી અને કેપ્શનમાં લખ્યું, હું દિલથી માફી માંગુ છું, મારો ઈરાદો દિવાળીની ખુશીઓ ઘટાડવાનો નહોતો. દિવાળી આપણા માટે ખુશીઓ અને રોશનીનો તહેવાર છે અને તેને દરેક માટે સુંદર બનાવવો એ આપણો વાસ્તવિક તહેવાર છે. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને પ્રેમ. ચાલો સાથે મળીને આ દિવાળીને ખાસ બનાવીએ. આ સાથે અભિનેતાએ પોતાના બે દિવસનો જુનો વીડિયો પણ પોતાના એકાઉન્ટમાંથી હટાવી દીધો છે."ભૂલ ભુલૈયા" ના "છોટા પંડિત" એ બે દિવસ પહેલા એક વિડીયો શેર કર્યો હતો, જેમાં તે લોકોને રોશનીનો તહેવાર સલામત અને શાંતિપૂર્ણ રીતે ઉજવવાની અપીલ કરતો જોવા મળે છે. શેર કરેલા વિડિયો માટે અભિનેતાને ભારે ટ્રોલ થવું પડ્યું હતું. આ કારણોસર તેણે આ પગલું ભર્યું હતું. રાજપાલ યાદવે માત્ર વીડિયો ડિલીટ કર્યો જ નહીં પરંતુ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ માફી પણ માંગી છે. વીડિયોમાં અભિનેતા હાથ જોડીને માફી માંગતો જોવા મળે છે.
