<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Saturday, 28th September 2024

પહેલાં તો લાગ્યું કે મને કોઈ બેવકૂફ બનાવે છે, મારી સાથે પ્રૅન્ક થઈ રહ્યાે છે, કેમ કે એવો કોઈ રોલ હોય જેમાં ફેસ દેખાવાનો ન હોય તો ડાયરેક્ટર મળીને પણ શું કરે?

બ્લૉકબસ્ટર સાબિત થયેલી ફિલ્મ ‘સ્ત્રી 2’ના સ્ત્રીના પાત્ર માટે અમદાવાદની ભૂમિ રાજગોરનું સિલેક્શન આ રીતે થયું હતું

મુંબઇ : સાંતાક્રુઝના એક બિલ્ડિંગમાં યુવતીની ચીસ સંભળાઈ. આસપાસનાં બિલ્ડિંગમાં રહેતા ઘણા લોકો ગભરાટના માર્યા તેમની બારી પાસે દોડી આવીને આમતેમ જોવા લાગ્યા. કંઈક અજુગતું બન્યું હોવાની શંકા તેમના મનમાં જાગી. વાતાવરણમાં એક પ્રકારનો અજંપો સર્જાઈ ગયો. જોકે આનાથી વિપરીત પરિસ્થિતિ જે બિલ્ડિંગમાંથી ચીસનો અવાજ આવ્યો હતો ત્યાં બની, ચીસ પાડનાર એ યુવતીને અભિનંદન આપવામાં આવ્યાં અને કહેવામાં આવ્યું કે સ્ત્રી કે કૅરૅક્ટર કે લિએ આપકા સિલેક્શન હુઆ હૈ.

બ્લૉકબસ્ટર સાબિત થયેલી ફિલ્મ ‘સ્ત્રી 2’ના સ્ત્રીના પાત્ર માટે અમદાવાદની ભૂમિ રાજગોરનું આ સિલેક્શન જોકે ઍક્સિડેન્ટલ હતું. ભૂમિએ ઑડિશન આપ્યું હતું બીજા કોઈ રોલ માટે અને તેની પસંદગી થઈ જુદા જ પાત્ર માટે. ભૂમિ રાજગોર ફિલ્મમાં બદલાયેલા તેના રોલ વિશે વાત કરતાં ‘ કહે છે, ‘મેં જ્યારે ઑડિશન આપ્યું ત્યારે એ અપારશક્તિ ખુરાનાની ગર્લફ્રેન્ડ ચિટ્ટીના કૅરૅક્ટર માટે હતું. મેં ટાઇટલ-રોલ માટે ઑડિશન નહોતું આપ્યું. એક મહિના સુધી કોઈ રિપ્લાય ન આવ્યો એટલે મને લાગ્યું કે કદાચ હું રિજેક્ટ થઈ હોઈશ, પરંતુ એક મહિના પછી ફોન આવ્યો કે તમારું ઑડિશન અમને ગમ્યું છે અને તમને વધારે ઇમ્પોર્ટન્ટ રોલ માટે સિલેક્ટ કરવાં છે, પણ વાત એમ છે કે તમારો ફેસ નહીં દેખાય. એટલે મેં કહ્યું કે એવું કઈ રીતે બને? આવું તો પૉસિબલ નથી કે ફેસ ન દેખાય. એટલે તેમણે કહ્યું કે આ હૉરર મૂવી છે. આ વાતચીત જ્યારે ચાલતી હતી ત્યારે મને ખબર નહોતી કે આ વાત ‘સ્ત્રી 2’ ફિલ્મ માટે થઈ રહી છે. મને ફોનમાં કહેવામાં આવ્યું કે ડાયરેક્ટર અમર કૌશિક તમને મળવા માગે છે. આ વાત સાંભળીને પહેલાં તો લાગ્યું કે મને કોઈ બેવકૂફ બનાવે છે, મારી સાથે પ્રૅન્ક થઈ રહ્યાે છે. કેમ કે એવો કોઈ રોલ હોય જેમાં ફેસ દેખાવાનો ન હોય તો ડાયરેક્ટર મળીને પણ શું કરે? જોકે ફોનમાં મને મુંબઈ આવવા જણાવ્યું એટલે હું અમદાવાદથી મુંબઈ મળવા ગઈ. સાંતાક્રુઝમાં આવેલા મૅડૉક ફિલ્મ્સના બિલ્ડિંગમાં હું પહોંચી ગઈ. અમર સરને મળી ત્યારે તેમણે કહ્યું કે અમે ‘સ્ત્રી 2’ ફિલ્મ બનાવી રહ્યા છીએ અને હું મારી ફિલ્મની સ્ત્રી શોધી રહ્યો છું, અમે તમને સ્ત્રીના રોલ માટે શૉર્ટલિસ્ટ કર્યાં છે. આટલું સાંભળતાં જ બે મિનિટ તો હું કાંઈ બોલી ન શકી. આ વાત મારી અંદર ઊતરી જ નહીં. એટલે મેં કહ્યું કે સર ક્યા? ત્યારે તેમણે ફરી કહ્યું કે સ્ત્રી કે કૅરૅક્ટર કે લિએ આપકો શૉર્ટલિસ્ટ કિયા હૈ. પછી મને આશ્ચર્ય સાથે આનંદ થયો કે ઓહ માય ગૉડ, ટાઇટલ રોલ!’

(8:02 PM IST)