<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 13th September 2024

‘સ્ત્રી-૨' જોવા ઇચ્‍છુકોને આજે મળશે એક ટિકીટ સાથે બીજી ફ્રી

૫૦૦ કરોડની કમાણી કરી ચુકેલી આ ફિલ્‍મના નિર્માતાઓની આજના દિવસ પુરતી ગજબની ઓફર

મુંબઇ તા. ૧૩: શ્રધ્‍ધા કપૂર અને રાજુકમાર રાવ અભિનીત ફિલ્‍મસ્ત્રી-૨એ આ વર્ષની સોૈથી વધુ કમાણી કરનારી ફિલ્‍મમાં ટોચનું સ્‍થાન મેળવી લીધુ છે. આથી નિર્માતા, નિર્દેશક, કલાકારો એમ બધા જ ખુશખુશાલ છે. દરમિયાન નિર્માતા તો એટલા ખુશ થયા છે કે તેમણે આ ફિલ્‍મ જોવા ઇચ્‍છુકો માટે ગજબની ઓફરનું એલાન કર્યુ છે. તે મુજબ હવેસ્ત્રી-૨ ફિલ્‍મની એક ટિકીટ ખરીદવા પર બીજી ટીકીટ ફ્રીમાં મળશે!

નિર્માતાઓએ આજે ૧૩મી સપ્‍ટેમ્‍બરના એક દિવસ પુરતી આ ઓફર અમલમાં મુકી હતી. જેમાં ભારતભરના કોઇપણ સિનેમાઘરોમાં એક ટિકીટ ખરીદવા પર બીજી ટિકીટ ફ્રીમાં આપવામાં આવશે તેવું જાહેર કરાયું હતું. મેડોક ફિલ્‍મ્‍સના ઇન્‍સ્‍ટાગ્રામ હેન્‍ડલ પર આ પોસ્‍ટ શેર કરવામાં આવી છે. તેમાં કેપ્‍શનમાં લખ્‍યું છે કે-શુક્રવારે ફિલ્‍મના ચાહકો માટે આવી ઓફર ફરીવાર નહિ આવે, તો ટિકીટ બૂક કરાવો. પંદરમી ઓગષ્‍ટે રિલીઝ થયેલીસ્ત્રી-૨ ફિલ્‍મે અત્‍યાર સુધીમાં વર્લ્‍ડવાઇડ ૫૦૦ કરોડથી વધુની કમાણી કરી લીધી છે. રાજકુમાર રાવ, શ્રધ્‍ધા કપૂર, પંકજ કપૂર, અપારશક્‍તિ ખુરાના, અભિષેક બેનર્જી મુખ્‍ય ભુમિકામાં છે.

(11:45 AM IST)