<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 9th August 2024

'હમ આપકે હૈ કૌન'ને 30 વર્ષ પૂરા થવાના અવસર પર ફરીથી રિલીઝ થશે

ફિલ્મ 9મી ઓગસ્ટથી પસંદગીના સિનેપોલિસ થિયેટરોમાં ફરીથી રિલીઝ થશે.

મુંબઈ :90ના દાયકામાં રિલીઝ થયેલી ઘણી ફિલ્મો આજે ક્લાસિક હિટના ઉદાહરણો છે. જેને એવરગ્રીન સિનેમાનું બિરુદ આપવામાં આવ્યું છે. આ ફિલ્મોમાં સલમાન ખાન અને માધુરી દીક્ષિતની ફિલ્મ હમ આપકે હૈ કૌન પણ સામેલ છે. ટૂંક સમયમાં જ ફિલ્મ તેની રિલીઝના 30 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે, આ ખાસ અવસર પર નિર્માતાઓએ ફિલ્મને ફરીથી રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે

   સલમાન ખાન અને માધુરી દીક્ષિતની સુપરહિટ ફિલ્મ 'હમ આપકે હૈ કૌન' ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ છે. 'હમ આપકે હૈ કૌન', જેને ક્લાસિક હિટનું ઉદાહરણ માનવામાં આવે છે, તે 5 ઓગસ્ટ 1994ના રોજ રિલીઝ થઈ હતી. હવે નિર્માતાઓએ ફિલ્મની રિલીઝના 30 વર્ષ પૂર્ણ થવાના અવસર પર 'હમ આપકે હૈ કૌન'ને ફરીથી રિલીઝ કરવાની જાહેરાત કરી છે. 

  આ ફિલ્મને તેની 30મી વર્ષગાંઠ પર ફરીથી રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી નવી પેઢીના દર્શકો પણ આ ક્લાસિક ફિલ્મનો આનંદ માણી શકે. સુપરહિટ ફિલ્મ 'હમ આપકે હૈ કૌન'ના પ્રોડક્શન હાઉસ રાજશ્રી ફિલ્મ્સે બુધવારે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટમાં ફિલ્મની ફરીથી રીલીઝ થવાની માહિતી આપી હતી. ફિલ્મ રીલીઝ અંગે લખ્યું હતું 

  ‘હમ આપકે હૈ કૌન’ સાથે પ્રેમ, મિત્રતા અને પરિવારના જાદુને ફરી જીવંત કરો કારણ કે આ ફિલ્મ 9મી ઓગસ્ટથી પસંદગીના સિનેપોલિસ થિયેટરોમાં ફરીથી રિલીઝ થશે.

(7:13 PM IST)