<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 17th July 2024

શાદી ડોટકોમના ફાઉન્‍ડર અનુપમ મિત્તલનું અંબાણીને સજેશન, લગ્નને ટેલિકાસ્‍ટ કર્યાં હોત તો IPLના રેટિંગને ટક્કર મળત

મુંબઇ,તા. ૧૭: શાદી ડોટકોમના ફાઉન્‍ડર અને શાર્ક ટેન્‍ક ઇન્‍ડિયા માટે જાણીતા અનુપમ મિત્તલે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્‍ટનાં લગ્નને લઈને મસ્‍તી કરી હતી. તેમનું માનવું છે કે આ લગ્નને જો સ્‍ટ્રીમ કરવામાં આવ્‍યાં હોત તો ઇન્‍ડિયન પ્રીમિયર લીગ કરતાં પણ એને વધુ રેટિંગ્‍સ મળ્‍યા હોત. આ લગ્નમાં દુનિયાભરના લોકોએ હાજરી આપી હતી તેમ જ આ લગ્ન ચર્ચાનો વિષય હતો. ઘણાં બધાં પ્રી-વેડિંગ ફંક્‍શન્‍સ અને ત્‍યાર બાદ ત્રણ દિવસનાં લગ્નની ઇવેન્‍ટ અને એની પાછળ જે ખર્ચ થયો છે એ દરેક વસ્‍તુ ખૂબ ચર્ચામાં રહી છે. આ વિશે અનુપમ મિત્તલે ટ્‍વીટ કર્યું હતું કે ‘દુલ્‍હા ભી ખુદ કા, જિયો સિનેમા ભી ખુદ કા. તેમણે ‘ધ શાદી'ને બ્રોડકાસ્‍ટ કરવાની જરૂર હતી, IPLની રેટિંગ્‍સને ટક્કર આપી હોત.'

(9:41 AM IST)