<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Tuesday, 2nd July 2024

' મારા જીવનની સૌથી લાંબી 45 મિનિટ' :સુષ્મિતા સેને પોતાના હાર્ટ એટેક અંગે ખુલાસો કર્યો:કેવી રીતે થયો તેનો બીજો જન્મ ?

સુષ્મિતા સેને તેના બીજા જન્મદિવસ પાછળની કહાની લોકો સમક્ષ જણાવી

મુંબઈ : પૂર્વ મિસ યુનિવર્સ અને બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન માત્ર એક શક્તિશાળી અભિનેત્રી નથી પરંતુ તે એક અદ્ભુત વ્યક્તિત્વ ધરાવતી મહિલા પણ છે. તેણે તેની કારકિર્દીમાં અત્યાર સુધી ઘણી પડકારજનક ભૂમિકાઓ ભજવી છે અને પોતાના દમદાર અભિનયથી દર્શકોના દિલમાં સ્થાન બનાવ્યું છે

  . તાજેતરમાં સુષ્મિતા સેને ઈન્સ્ટાગ્રામ પર તેના અપડેટેડ બાયોથી લોકોને ચોંકાવી દીધા હતા. ખરેખર, તેણે ઇન્સ્ટાગ્રામ પર તેની 'બીજી જન્મ તારીખ'નો ઉલ્લેખ કર્યો હતો. હવે અભિનેત્રીએ એક નવી પોસ્ટમાં બીજા જન્મ તારીખની સ્ટોરી જાહેર કરી છે.

  સુષ્મિતા સેને તેના બીજા જન્મદિવસ પાછળની કહાની લોકો સમક્ષ જણાવી છે. સન ફાર્મા સાથે મળીને તેના ઇન્સ્ટાગ્રામ ફીડ પર શેર કરેલ એક વિડિયોમાં, અભિનેત્રીએ તેના હાર્ટ એટેક પાછળની વાર્તા કહી.સુષ્મિતા સેનને શૂટિંગ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો.

સુષ્મિતા સેને કહ્યું- ડોક્ટરોએ મારા જીવનની નવી વાર્તા લખી છે અને મને એક નવી દિશા આપી છે. એ મારો બીજો જન્મદિવસ હતો. હું તે દિવસ અને મારી વાર્તા તમામ ડોકટરોને સમર્પિત કરું છું. મારા ડોકટરોએ મને જીવનમાં બીજી તક આપી છે અને હું મારા હૃદયના ઉપરથી, મધ્યમાં અને નીચેથી તેમનો આભાર માનું છું.

અત્રે ઉલ્લેખનીય છે કે  માર્ચ 2023માં સુષ્મિતા સેનને જયપુરમાં વેબ સિરીઝ આર્યની સીઝન 3ના શૂટિંગ દરમિયાન કાર્ડિયાક અરેસ્ટ થયો હતો. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જણાવ્યું હતું કે તેણીએ એન્જીયોપ્લાસ્ટી કરાવી હતી અને તેના હૃદયમાં સ્ટેન્ટ મૂકવામાં આવ્યો હતો.

(1:25 PM IST)