<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Tuesday, 25th June 2024

અક્ષય કુમારે માતા-પિતાની સ્‍મૃતિમાં ૨૦૦ વૃક્ષ વાવ્‍યા

બીએમસી કમિશનર સાથે મળી અભિયાનનું નેતૃત્‍વ કર્યુઃ અનેક કલાકારો વૃક્ષારોપણ અભિાયનને આપી ચુક્‍યા છે ટેકો

મુંબઇઃ બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે તેમના સ્‍વર્ગસ્‍થ માતા-પિતા હરિઓમ ભાટિયા અને અરૂણા ભાટિયાની યાદમાં મુંબઈમાં વળક્ષારોપણ અભિયાનનું નેતળત્‍વ કર્યુ હતું અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. અક્ષય કુમારે જણાવ્‍યું હતું કે વળક્ષો વાવવા એ પળથ્‍વી માતા પાસેથી અમને જે મળ્‍યું છે તેના માટે આપણા તરફથી એક નાનકડી વળતરની ભેટ સમાન છે. મારા માતા-પિતાના સન્‍માનમાં આ કરવું મારા માટે ખુબ ખાસ છે. અભિનેતાએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે વળક્ષારોપણ અભિયાન તેમના પ્રેમ અને સંભાળને શ્રદ્ધાંજલિ છે. ભવિષ્‍યની પેઢીએ પણ પર્યાવરણનું જતન કરવું ખુબ જરૂરી છે. અક્ષયે ખેરવાડીમાં વેસ્‍ટર્ન એક્‍સપ્રેસ વે પર વળક્ષારોપણ અભિયાનનું નેતળત્‍વ કર્યું હતું. અભિનેતાએ બળહન્‍મુંબઈ મ્‍યુનિસિપલ કોર્પોરેશન (BMC) કમિશનર ભૂષણ ગગરાણી સાથે મળીને ૨૦૦ વળક્ષો વાવ્‍યા હતાં. વળક્ષારોપણ અભિયાનને અનિલ કપૂર, શત્રુઘ્‍ન સિન્‍હા, અભિષેક બચ્‍ચન, અનુપમ ખેર, બપ્‍પી લાહિરી, અજય દેવગન, સોનુ નિગમ, સંગ્રામ સિંહ, રણવીર શૌરી, રોહિત શેટ્ટી, હેમા માલિની, સોનાક્ષી સિંહા અને આયેશા ઝુલ્‍કા જેવા મોટા કલાકારોનો ટેકો મળ્‍યો છે. અક્ષય ટૂંક સમયમાં સરફિરા ફિલ્‍મમાં જોવા મળશે. આ ફિલ્‍મમાં તે વીર મ્‍હાત્રેનું પાત્ર ભજવી રહ્યો છે, જેનો ઉદ્દેશ્‍ય ઓછી આવક ધરાવતા લોકો માટે સસ્‍તું એરલાઇન બનાવવાનો છે. આ ફિલ્‍મમાં સિમ્‍પલીફલાય ડેક્કન એરલાઇનના સ્‍થાપક કેપ્‍ટન જી.આર. ગોપીનાથના જીવનથી પ્રેરિત છે. પરેશ રાવલ, રાધિકા મદન અને સીમા બિસ્‍વાસ પણ મહત્‍વની ભૂમિકામાં છે.

(4:01 PM IST)