<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Saturday, 15th June 2024

'સ્ત્રી 2' 15 ઓગસ્ટે થશે રિલીઝ : અલ્લુ અર્જુનની 'પુષ્પાઃ ધ રૂલ' સાથે ટક્કર

મુંબઈ: રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર સ્ટારર હોરર કોમેડી ફિલ્મ 'સ્ત્રી'ની સિક્વલની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દર્શકોનો ઉત્સાહ જોઈને મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે. આ ફિલ્મ આ વર્ષે 15 ઓગસ્ટે રિલીઝ થશે, મેકર્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં હિન્દીમાં 'સ્ત્રી' લખેલું છે.નિર્માતાઓએ લખ્યું, "'સ્ત્રી' આ સ્વતંત્રતા દિવસ પર ફરી આવી રહી છે... 'સ્ત્રી 2' આ સ્વતંત્રતા દિવસ, 15 ઓગસ્ટ 2024ના રોજ સિનેમાઘરોમાં... 'સ્ત્રી 2'નું ટીઝર આજે જ સિનેમાઘરોમાં રિલીઝ થશે. 'મુંજ્યા' સાથે.'સ્ત્રી 2' અમર કૌશિક દ્વારા નિર્દેશિત છે અને મેડૉક ફિલ્મ્સ અને જિયો સ્ટુડિયોના બેનર હેઠળ દિનેશ વિજન દ્વારા નિર્મિત છે.ફિલ્મમાં રાજકુમાર અને શ્રદ્ધા સિવાય પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જી જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વરુણ ધવન કેમિયો કરતો જોવા મળશે. તમન્ના ભાટિયા પણ ખાસ અપિયરન્સમાં જોવા મળશે.'સ્ત્રી 2'ની રિલીઝ ડેટ પહેલા 30 ઓગસ્ટ રાખવામાં આવી હતી, પરંતુ હવે તે 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે. બોક્સ ઓફિસ પર તેનો મુકાબલો અક્ષય કુમારની ફિલ્મ 'ખેલ ખેલ મેં' અને અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પાઃ ધ રૂલ' સાથે થશે. આ સિવાય જ્હોન અબ્રાહમની ફિલ્મ 'વેદા' પણ 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

(5:02 PM IST)