સુષ્મિતા-રવિનાની દિકરીઓ સાથે ઓરીની તસ્વીર જોઇ યુઝર્સ ભડક્યા
કહ્યું-આને કોઇ સમજાવો કે ફિમેલ સાથે કઇ રીતે પોઝ અપાય

મુંબઇઃ સુષ્મિતા સેન અને રવીના ટંડનની દિકરીઓની સાથે ઓરીની તસ્વીર વાયરલ થતાં સોશિયલ મિડીયા યુઝર્સ ભડકી ગયા હતાં. ઓરીને સોશિયલ મિડીયા સ્ટાર કહેવામાં આવે છે, તે દરેક સ્ટાર અને સેલિબ્રિટીઝ સાથે તસ્વીરો પોસ્ટ કરતો રહે છે. હવે તેણે બે જાણીતી અભિનેત્રીની દિકરીઓ સાથેની તસ્વીર પોસ્ટ કરતાં તે વાયરલ થઇ હતી અને ઓરીને લોકોએ ખુબ ટ્રોલ કર્યો હતો. રવીના ટંડનની દિકરી રાશા અને સુષ્મિતા સેનની દિકરી રેને સાથે ઓરી જોવા મળી રહ્યો છે. આ બંનેનો ગ્લેમરસ લૂક લોકોને પસંદ પડયો છે. પરંતુ ઓરીનો આ પોઝ લોકોને ગમ્યો નથી. લોકોએ તેને ટ્રોલ કરતાં લખ્યું હતું કે આને કોઇ સમજાવો કે ફિમેલ સાથે કઇ રીતે પોઝ આપવાનો હોય. રવીનાની દિકરી રાશા નિર્દેશક અભિષેક કપૂરની ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે. જેમાંતેનો હીરો અજય દેવગણનો ભત્રીજો અમન દેવગણ છે. જ્યારે સુષ્મિતાની દિકરી રેને અગાઉ શોર્ટ ફિલ્મ સટ્ટાબાજીમાં જોવા મળી હતી.
