<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 10th June 2024

અભિનેત્રી નૂર માલાબીકાએ કરી આત્મહત્યા : પંખાથી લટકતી મળી લાશ: છેલ્લા ઘણા દિવસોથી હતાશામાં

 મુંબઈ: ઘણી વેબ સિરીઝમાં પોતાનું અભિનય કૌશલ્ય દેખાડનાર અભિનેત્રી નૂર મલબીકાનો મૃતદેહ તેના મુંબઈના ઘરે પંખા સાથે લટકતો મળી આવ્યો હતો. પોલીસે તેનો મૃતદેહ સડી ગયેલી હાલતમાં કબજે કર્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રી છેલ્લા ઘણા દિવસોથી ડિપ્રેશનમાં હતી, પોલીસે કહ્યું, “અભિનેત્રીનો મૃતદેહ અંધેરી, ઓશિવારા વિસ્તારમાંથી મળ્યો હતો. અભિનેત્રીએ 6 જૂનના રોજ પોતાના ઘરે પંખાથી લટકીને આત્મહત્યા કરી હતી. દુર્ગંધ આવતાં પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. આ ઉપરાંત પોલીસે પણ કેસની તપાસ તેજ કરી છે.

(6:16 PM IST)