Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

મિશેલ : ડર કે આગે જીત હૈ !

અગુસ્ટા વેસ્ટ લેન કૌભાંડનો વચેટિયો ઝડપાયો : વિરોધીઓની બોલતી બંધ કરાવવાની વૃત્તિ ન હોવી જોઇએ, કૌભાંડિયાને સજા થવી જોઇએ

લીકર કિંગ અચાનક નશામાંથી ભાનમાં આવી ગયા ? વિજય માલ્યા બોલ્યા, વિજય માલ્યા બોલ્યા, 'મુદ્દલ લઇ જાવ, વ્યાજ માફ કરી દો.' આ નિવેદનનો જોરશોરથી મીડિયાએ પ્રચાર કર્યો છે. સરકાર પણ અંદરખાને એવું દર્શાવી રહી છે કે, મિશેલ ક્રિશ્ચન ભારત લવાયો તેના કારણે વિજય માલ્યાઓ ભયભીત થવા લાગ્યા છે અને લાઇન પર આવવા લાગ્યા છે.

 

ગુન્હાખોર માનસ ધરાવનારા તત્વો ડરી જાય તેવો માહોલ સમાજ-દેશ માટે ઉત્તમ ગણાય, પરંતુ સર્વોત્તમ માહોલ તો જ બને, જો ગુન્હાખોરોને સજા મળે...

અગુસ્ટા વેસ્ટ લેન્ડ કૌભાંડમાં અચાનક નવો વણાંક આવ્યો છે. બ્રિટીશ નાગરિક ક્રિશ્ચન મિશેલને ભારત લવાયો છે. શસ્ત્રોના સોદામાં વચેટિયાની ભૂમિકા ભજવતો હતો. વ્યવસાયમાં વચેટિયાનું મહત્વ ખૂબ હોય છે. વેચનાર અને ખરીદનાર સાથે સેટિંગ કરાવીને પોતાની મલાઇ તારવી લેતા હોય છે. તેમણે કરાવેલા સેટિંગ ગેરકાયદે કે કુવૃત્તિના હોય તો એ કૌભાંડ ગણાય છે. આવા કૌભાંડ જાહેર થયા બાદ, વચેટિયો ઝડપાય તો એ વિસ્ફોટક સમાચાર ગણાય. કૌભાંડમાં તેની મુખ્ય ભૂમિકા હોય છે અને કોને કેટલા ઓહ્યા કર્યા તેની માહિતી વચેટિયા પાસે હોય છે. આ કારણે મિશેલ ભારતીય મીડિયામાં છવાઇ ગયો છે.

મિશેલ માહિતી ઓકે અને તેના સજ્જડ પૂરાવા મેળવીને કૌભાંડીને સજા થાય તો દાખલો બેસશે, પરંતુ મિશેલ નામની મિસાઇલનો ઉપયોગ કૌભાંડીઓને ડરાવવા જ કરવામાં આવે તો યોગ્ય નહિ ગણાય. આ મુદ્દે થોડા ઉંડા ઉતરીએ મિશેલ પર જે આરોપો છે એ બધા ખેલ મનમોહન સરકાર વખતે થયા હતા. ત્યારે સોનિયાજી સર્વશકિતમાન ગણાતા હતા અને રાહુલ ગાંધીની ઉભરવાની શરૂઆત થઇ હતી. સરકાર પર સોનિયાજીનું વર્ચસ્વ હતું. આ સમયે થયેલા સોદા વિવાદી બન્યા હતા. માત્ર સરકાર જ નહિ, સોનિયાજીનું નેટવર્ક પણ વિવાદમાં આવ્યું હતું.

હવે આજની સ્થિતિ જુઓ મોદી સરકાર સક્રિય છે. લોકસભાની ચૂંટણી ગાજે છે. મહામોરચાની તૈયારી ચાલે છે. રાહુલ ગાંધી વિપક્ષ તરફથી પાવરમાં છે. રફાલ અંગે બેફામ આક્ષેપોના મારા સરકાર પર ચાલે છે. આ સ્થિતિમાં મહમોહન સરકારના ગંભીર વિવાદનો વચેટિયો ભારત લવાયો છે. એટલે કે સોનિયાજી ફૂલ પાવરમાં હતાં ત્યારના 'ખેલ'ના પડદા પાછળના મુખ્ય ખેલ જાહેર થઇ શકે છે.

આ કારણે યુપીએમાં હલચલ સર્જાય એ સ્વાભાવિક છે. સોદામાં ભૂમિકા ભજવનારના નામ સકારણ કે અકારણ ઉછળી શકે તેવો ડર પણ સર્જાય એ સમજી શકાય તેવી બાબત છે. આ સ્થિતિમાં શાસકની ભૂમિકા 'ડર કે આગે લોકસભા કી જીત હૈ...' જેટલી જ ન હોવી જોઇએ. કૌભાંડીને ઝડપીને તેને સજા સુધી પહોંચાડવામાં આવે તો જ ડરનું પરિણામ દેશના હિતમાં આવ્યું ગણાય. માત્ર વિપક્ષની બોલતી બંધ કરાવવાની વૃત્તિ તો...

(11:04 am IST)