Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

સ્વાગતમ્ : રિદ્ધિ-સિદ્ધ સાથે પધારો, દાદા...

વિધ્નહર્તા ગજાનન મહારાજની રાષ્ટ્રને ખૂબ જરૂર છે, ઘોંઘાટ કરીને દાદાને પરેશન ન કરતા !

II ઓમ ગં. ગણપતયૈ નમઃ II

આવતી કાલથી ગણેશોત્સવનો મંગલારંભ થઇ રહ્યો છે. મહામહોત્સવની પૂર્વ સંધ્યાએ ગજાનન મહારાજને શબ્દિક દંવત કરીને આગળ વધીએ.

ગણપતિ મહોત્સવનો પ્રારંભ મહારાષ્ટ્રમાં થયો હતો, ત્યારે આ ઉત્સવ પાછળનો ઉદ્દેશ હિન્દુ ઐકય હતો. આ ઉત્સવ ભારતભરમાં વિસ્તરી રહ્યો છે. ગુજરાતમાં તો ગામે-ગામ થોકબંધ આયોજનો થાય છે. વર્તમાન સમયના મોટાભાગના આયોજનો ધ્યેય વિહીન છે. માત્ર મનોરંજન માટે ગણેશોત્સવ યોજાતો હોય તેવું અનુભવાય છે. મનોરંજન કરવું એ પાપ નથી, જીવનમાં મનોરજંજનનું ખૂબ મહતવ છે, પરંતુ મનોરંજન અને ઘોંઘાટ વચ્ચે જમીન-આસમાનનો ફરક છે. મોટાભાગના ઉત્સવો વ્યવસાયિક દૃષ્ટિકોણ ધરાવતા ઘોંઘાટિયા બની ગયા છે.

ગણપતિદાદા રિદ્ધ-સિદ્ધના દેવ છે. વિધ્નહર્તા અને સુખકર્તા છે. આ દેવનો મહોત્સવ આધ્યાત્મિક હેતુ માટે થાય તો મહાપરિવર્તન શકય બનીશ કે છે. બેફામ ઘોંઘાટ અને માઇક પર ચીસા-ચીસી કરી મૂકવાને બદલે તમામ સ્થાનો પર સુમધૂર સ્વરમાં ગણેશમંત્ર રેલાતો કરવામાં આવે તો દિવ્ય ઉર્જા ઉઠે તેવું ધ્વનિક વિજ્ઞાન કહે છે. આ પ્રયોગ વ્યાપક સ્વરૂપે થવો જોઇએ.

વર્તમાન સમયના મોટાભાગના આયોજનો વિધ્નહર્તાને પણ વિધ્ન સર્જે તેવા હોય છે. પદ, પૈસા, પ્રતિષ્ઠા, પ્રભાવ જેવા ટૂંકા દૃષ્ટિકોણથી મોટાભાગના આયોજકો મેદાનમાં હોય છે અને અમારા ગણપતિ સૌથી મોટા-અમારો ઘોંઘાટ સૌથી વધારે... જેવી સ્પર્ધા થાય છે.

અરે બાપા, ગજાનન મહારાજનું કદ અને પદ એટલું વિરાટ છે કે ગમે તેટલી મોટી મૂર્તિમાં એ ઉર્જા સમાઇ શકે તેમ નથી. આ મહાશકિતશાળી ઉર્જાની સરળતા એટલી બધી છે કે એ ભકતના હૃદયમાં પણ બિરાજમાન થઇ જાય છે. પોતાના ગણપતિને મોટા દર્શાવવાનો ભાવ રાખનારા આયોજકો હાસ્યાસ્પદ ગણાય.

ભારત દેશ વર્તમાન સમયે અગણિત વિધ્નોમાંથી પસાર થઇ રહ્યો છે. સામાન્ય માણસ માટે બે છેડા ભેગા કરવા દુષ્કર કાર્ય બન્યું છે. રાક્ષસીવૃત્તિ અટ્ટહાસ્ય કરે છે. આ સ્થિતિમાં ગણપતિદાદા વિધ્નહર્તા બનીને રિદ્ધિ-સિદ્ધિ સાથે પધારે તેવી આપણે પ્રાર્થના કરીએ અને મહોત્સવના આયોજકો ગજાનન મહારાજની ઉર્જાનું ઉચિત સન્માન જાળવે તેવી અપેક્ષા રાખીએ...

(9:49 am IST)