Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

સમાજને સમજાવવા સંસારને સમજો...

ભૈયુજી મહારાજકાંડ : સિદ્ધિ કરતા પ્રસિદ્ધિ વધે ત્યારે ધાર્મિક અપચો શરૂ થાય છે : આંખ ઉઘાડતી ઘટના

આઘાતજનક અને ગાઢ ચિંતન કરવા પ્રેરે તેવી ઘટના બની... આધ્યાત્મિક ગુરૂના નામે દેશ-દુનિયામાં પ્રસિદ્ધ ભૈયુજી મહારાજે ખુદને ગોળી ધરબી દીધી. જાહેર એવું થયું છે કે, પરિવારિક તનાવના કારણે ભૈયુજી ત્રાસી ગયા હતાં અને જીવન ટૂંકાવી દીધું...

અધ્યાત્મ જીવનને સમર્થ બનાવતો માર્ગ છે. માત્ર જીવનના જ નહિ, બ્રહ્માંડના ગેબી રહસ્યોને પણ આધ્યાત્મિકતાથી ઓળખી શકાય છે. ભૈયુજી તો આધ્યાત્મિક ગુરૂ તરીકે ઓળખ ધરાવતા હતા... તનાવ મુકિત અને ઉત્તમ જીવન અંગે બોધ આપતા હતા, એ ખુદના તનાવને ઓળખી ન શકયા ? ખુદના તનાવને દૂર કરી ન શકયા ? આવા સવાલો ઉઠે એ સ્વાભાવિક છે.

ભારતીયો મોટાભાગે જ્ઞાન અને સમજની અંધતા ધરાવે છે. ધાર્મિક અને આધ્યાત્મિક બંને વચ્ચેના ભેદને ઓળખી શકતા નથી, સાધના અને ચિંતનના ભેદને આપણે પારખતા નથી. અંજાઇ જવું એ આપણું રાષ્ટ્રીય લક્ષણ છે. આ કારણે ધર્મનો ધંધો ધમધોકાર છે અને મહારાજો-કથાકારોને આધ્યાત્મિક ગણીને તેની પાછળ ટોળા ફર્યા કરે છે. આવા મહારાજો સામાન્ય માણસથી પણ ઉતરતી કક્ષાની હરકત કરે ત્યારે ટોળુ આઘાતમાં સરી પડે છે.

નરસિંહ મહેતા ભકતકવિ તરીકે ઓળખાય છે. આ વર્તમાન ગુરૂઓ કરતા અનેકગણી વધારે હતી, છતાં પોતાને સંત કે ગુરૂ કે મહારાજ તરીકે સ્થાપિત કર્યા ન હતા. પોતાના જીવનસાથીનું નિધન થયું ત્યારે નરસિંહે ગાયું હતું, 'ભલુ થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ...' નરસિંહનો માર્ગ આધ્યાત્મિક હતો, તેમણે પત્નીના નિધન બાદ ભકિતમય જીવન માણ્યું અને અમર થઇ ગયા.

આ સ્થિતિમાં ભૈયુજીએ બીજી પત્ની શોધી લીધી. આ બાબત તનાવ સર્જક રહી અને કહેવાતા ગુરૂએ પોતાને જ ભડાકે દીધા. આ ઘટના પ્રેરણા લેવા જેવી નથી જ. આ ઘટના અભૂતપૂર્વ પણ નથી, આવા બનાવો સમાજની આંખ ખોલનારા ગણાય, પરંતુ આપણે આંખ ખોલવા તૈયાર જ નથી.

દેશમાં અસંખ્ય કથકારો-મહારાજો-સંતો-સાધુઓ એવા છે કે, જેમના અંગત જીવન સામાન્ય માણસ કરતા પણ ખતરનાક છે, છતાં તેની પાછળ ભટકનારા ટોળા ઓછા થતા નથી. સૌરાષ્ટ્રના લોકપ્રિય કથાકારે થોડા સમય પૂર્વે છૂટાછેડા લીધા હતા. નામી જયોતિષે છૂટાછેડા લીધા... જે કથાકાર ખુદના જ સંસારને સમજી કે સાચવી શકયા નથી એ કથાકાર કથામાં ઉત્તમ સંસારના બોધ આપે છે અને આપણે બધા અહોભાવથી સાંભળતા રહીએ છીએ... જે જયોતિષ ગ્રહોને પોતાના કાબૂમાં હોવાનો દાવો કરતા હોય, વારંવાર આગાહીઓ ફટકારતા હોય એ જયોતિષ પોતાના જીવનસાથીને પણ કાબૂ કરી શકયા નથી, છતાં લોકો પારિવારિક ડખ્ખામાં પોતાની કુંડળી લઇને માર્ગદર્શન મેળવવા પહોંચી જાય છે ! ગુરૂએ-મહારાજોને કોઇ કહેતું નથી કે, સમાજને સમજાવતા પહેલા ખુદના સંસારને સમજો...

ધાર્મિક છબછબિયા જેવી હોય છે. આધ્યાત્મિકતા ખૂબ ગહન હોય છે. આધ્યાત્મિકતાની સીધી લીંક પરમતત્વ સાથે હોય છે. પરમતત્વએ પૃથ્વી પર કોઇને પોતાના દલાલ તરીકેનો ચાર્જ આપ્યો નથી. આધ્યાત્મિકતાના માર્ગે સામાન્ય માણસ પરમતત્વ સાથે સીધો સંબંધ રાખી શકે છે. મહારાજો ગુરૂઓ, સંતો, કથાકારો, મૌલવીઓ કે બિશપો ગમે તેટલા વંદનીય હોય તો પણ એક સમજ સ્પષ્ટ હોવી જોઇએ કે એ માણસ છે. માણસની અનેક મર્યાદાઓ હોય છે. સંપૂર્ણ શરણાગતિ પરમતત્વના ચરણમાં કરાય, માણસ તો...

(10:19 am IST)