ખેલ-જગત
News of Saturday, 18th August 2018

ચીન, જાપાન અને કોરિયાના એથ્લીટોનો ભારતીય ખેલાડીઓને પડકાર

આજથી ઈન્ડોનેશિયામાં અઢારમી એશિયન ગેમ્સનો પ્રારંભઃ સુશીલ કુમાર, વિનેશ ફોગાટ, હિના સિંધુ, મનુ ભાકર, દિપા કર્માકર, હિમા દાસ, પી.વી.સિંધુ પાસે ગોલ્ડ મેડલની આશા : ૫૭૨ ભારતીય ટીમમાં ખેલાડીઓ

ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તા અને પાલેમબન્ગમાં આજે અઢારમી એશિયન ગેમ્સનો આરંભ થઈ રહ્યો છે ત્યારે ભારતને ખરો પડકાર ચીન, જપાને અને કોરિયાના એપ્લીટોનો રહેશે. ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભારત મેડલ ટેલીમાં બીજા ક્રમાંકે રહ્યું હતું. પણ આ ગેમ્સમાં એથ્લીટોને ગોલ્ડ મેડલ જીતવાનું આસાન નહીં હોય.

આ વખતે નિષ્ણાતોના મતે ભારત એનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરી અંદાજે ૭૦ જેટલા મેડલ જીતે એવી શકયતા છે. કોમનવેલ્થ ગેમ્સમાં જપાન, ચીન અને કોરિયાના ખેલાડીઓ સામે ભારતીય એથ્લીટોની ટક્કર નહોતી. ૨૦૧૦માં ચીનના ગ્વાંગઝોઉમાં યોજાયેલા એશિયન ગેમ્સમાં ભારતે ૧૪ ગોલ્ડ સહિત કુલ ૬૫ મેડલ જીત્યા હતા. ૨૦૧૪ની એશિયન ગેમ્સમાં ભારતે ૧૧ ગોલ્ડ સહિત કુલ પ૭ મેડલ જીત્યા હતા.એશિયન ગેમ્સમાં સુશીલ કુમાર, વિનેશ ફોગાટ, હિના સિંધુ, માનવજીત સંધુ, મનુ ભાકર, દિપીકા કુમારી, હિમા દાસ, દીપા કર્માકર, પી.વી.સિંધુ પાસે ગોલ્ડ મેડલની આશા છે. ભારતીય હોકી ટીમ પણ મેડલ મેળવી આપે એવી આશા સેવવામાં આવી રહી છે.(૩૭.૪)

(2:18 pm IST)