ખેલ-જગત
News of Saturday, 31st October 2020

કિંગ્‍સ ઇલેવન પંજાબના બેટ્‍સમેન ક્રિસ ગેલના નામે રેકોર્ડઃ ટી20 ક્રિકેટમાં 1000 સિક્‍સર ફટકારનાર પહેલો બેટ્‍સમેન બન્‍યો

દુબઈ: આઇપીએલ (IPL 2020)ની 13મી સીઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP)ના બેટ્સમેન ક્રિસ ગેલનું વિસ્ફોટક પ્રદર્શન જોવા મળ્યું. રાજસ્થાન રોયલ્સ સામે રમાઈ રહેલી મેચમાં ગેલ માત્ર 1 રન બનાવીને પોતાની સદી પૂરી કરવામાં ચૂકી ગયો હતો. તેણે બે જીવનદાનનો ફાયદો ઉઠાવતા 63 બોલમાં 8 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી 99 રન બનાવ્યા. આ સિઝનમાં ગેલે તેની ત્રીજી અડધી સદી પૂરી કરી હતી અને તેને સિક્સરનો મોટો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.

અબૂ ધાબીમાં કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચેની મેચ દરમિયાન ક્રિસ ગેલ પોતાના અંદાજમાં બેટિંગ કરતા જોવા મળ્યો હતો અને તેણે રાજસ્થાન રોયલ્સના બોલરોની લાઇન લેન્થ બગાડી હતી.

ગેલએ રાહુલ તેવતિયાની ઓવરમાં 33 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. તેની આઇપીએલ કારકિર્દીની આ 31મી અડધી સદી છે. ગેલે જોકે તે જ ઓવરમાં બોલને લહેરાવ્યો, પરંતુ તેવાતિયા તેના બોલ પર મુશ્કેલ કેચ પકડવામાં નિષ્ફળ ગયો. ત્યારબાદ ગેલ ત્યાગીની ઓવરમાં તેની સાતમી સિક્સર સાથે ટી-20 ક્રિકેટમાં 1000 સિક્સર ફટકારી હતી. આ સ્થાન પ્રાપ્ત કરનાર ગેલ વિશ્વનો પહેલો બેટ્સમેન બન્યો છે.

આ મેચથી પહેલા ક્રિગ ગેલના નામે 993 છગ્ગા નોંધાયેલા હતા. ગેલે 410 ટી-20 મેચમાં આ રેકોર્ડ નોંધાવ્યો છે. હવે તેના નામે 1001 છગ્ગા થઇ ગયા છે.

(4:59 pm IST)