ખેલ-જગત
News of Thursday, 31st October 2019

પૂર્વ ક્રિકેટર ફારૂખ એન્જિનિયરનો મોટો આરોપ : ટીમ ઈન્ડિયાના સિલેક્ટર્સ અનુષ્કાને ચાના કપ આપતા હતા

ફારૂખ એન્જિનિયરે સિલેક્ટર્સને મિકી માઉસ સિલેક્શન કમિટી જણાવી

પુના :ભારતીય ટીમના પૂર્વ વિકેટકીપર ફારૂખ એન્જિનિયરે મોટો આરોપ લગાવ્યો છે પૂના પહોંચેલા એન્જિનિયરે એક તરફ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત CoA સમિતિ પર નિશાન સાધ્યું હતું બીજીતરફ સિલેક્ટર્સ પર વાક્બાણ છોડ્યા હતા

82 વર્ષના ફારૂખ એન્જિનિયર હાલની સિલેક્શન કમિટી પર કટાક્ષ કરતા કહ્યુ કે, ''અમારી પાસે મિકી માઉસની સિલેક્શન સમિતિ છે.'તેમણે કહ્યુ કે, ટીમ ''સિલેક્શન કોઇ અઘરું કામ નથી કારણ કે વિરાટ કોહલીનું ઘણુ ચાલે છે.'

તેમણે આગળ કહ્યુ કે, પરંતુ સિલેક્ટર્સની શું ખૂબી છે? બધા સિલેક્ટર્સ મળીને કુલ 10-12 ટેસ્ટ મેચ રમ્યા હશે. મેં તેમાંથી એક સિલેક્ટરને ઓળખ્યો પણ નહોતો. મેં કોઈને પૂછ્યું કે આ કોણ હતો જેણે ભારતનું બ્લેઝર પહેરી રાખ્યુ હતુ. તો તેણે જણાવ્યુ કે, આ એક સિલેક્ટર છે. તેઓ માત્ર અનુષ્કા શર્માને ચાના કપ આપી રહ્યા હતા. એમએસ કે પ્રસાદથી પહેલા સંદીપ પાટિલ, શ્રીકાંત અને દિલીપ વેંગસરકરના વ્યકિતઓ સિલેક્શન કમિટીમાં હતા.

આ સિવાય સૌરભ ગાંગુલીને ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ બનવાથી ફારૂખ એન્જિનિયર ખુશ છે. તેમણે કહ્યુ કે, ''હવે સમય આવી ગયો છે કે એક ક્રિકેટર બોર્ડ ચલાવી રહ્યો છે. કારણ કે CoA મારી દ્રષ્ટિએ સંપૂર્ણ રીતે સમયની બર્બાદી હતી. સૌરવ ગાંગુલી BCCI ના અધ્યક્ષ બનવાથી ક્રિકેટને ફાયદો થશે, તેઓ એક દમદાર ખેલાડી હતા. એક એવા કેપ્ટન તેમણે બોલ્ડ નિર્ણયો લીધા અને મને આશા છે કે, બોર્ડના અધ્યક્ષ તરીકે પણ તેઓ આવુ જ કરશે.''

(9:33 pm IST)