ખેલ-જગત
News of Thursday, 31st May 2018

એક વર્ષના પ્રતિબંધ બાદ ફરી પુર્નગમન કરશે ક્રિકેટર સ્મિથ

નવી દિલ્હી: સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથે આશા વ્યક્ત કરી છે કે, બોલ ટેમ્પરિંગ કરતાં રંગે હાથ પકડાયા બાદ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોના મિજાજામાં થોડો ફરક તો પડશે . જો કે પ્રતિબંધ બાદ ઓસ્ટ્રેલિયાનો પ્રતિભાશાળી બેટ્સમેન સ્ટીવ સ્મિથ ધમાકેદાર પુનરાગમન કરશે. બોલ ટેમ્પરિંગની ઘટના અને ત્યાર બાદના અનુભવને કારણે સ્ટીવ સ્મિથ માનસિક રીતે વધુ પરિપક્વ બન્યો હશે. આઇપીએલમાં કોમન્ટેટર તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ ગ્રીમ સ્મિથ અન્ય કરારોને કારણે અહી રહી પડયો છે. સ્મિથે કહ્યું કે, ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને ગમે તે ભોગે જીતવાનું શીખવવામાં આવે છે અને તે પ્રકારે તેઓ રમતાં હોય છે. હવે જ્યારે સ્ટીવ સ્મિથ ક્રિકેટમાં પુનરાગમન કરશે ત્યારે હું તેનો ઈન્ટરવ્યૂ લેવા માંગીશ અને પુછીશ કે, શું હજુ પણ તુ ગમે તે ભોગે જીતવાની માનસિકતા સાથે મેદાન પર ઉતરીશ? ઘટના બાદ તારી કેપ્ટન્સીમાં કે પછી તારામાં કોઈ પરિવર્તન આવ્યું છે કે નહિ ? આખી ઘટનાને તે કેવા દ્રષ્ટીકોણથી જુએ છે અને તેની રમત પર તેની કેવી અસર થાય છે. તે જોવાનું રહેશે. સ્મિથે કહ્યું કે, તે હજુ પણ યુવાન છે અને આપણે બધાએ ભૂલો તો કરી હોય છે. હું આશા રાખું છું કે તે વધુ મક્કમ બનીને ધમાકેદાર પુનરાગમન કરશે. ખાસ કરીને તે માનસિક રીતે વધુ પરિપકવ બન્યો હશે.

(4:37 pm IST)