ખેલ-જગત
News of Tuesday, 30th November 2021

મેસ્સીએ સાતમી વખત જીત્યો એવોર્ર્ડ

નવી દિલ્હીઃ આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસીએ ફરી એકવાર બેલોન ડીઓર એવોર્ડ જીત્યો છે.  મેસ્સીએ રેકોર્ડ સાતમી વખત આ એવોર્ડ જીત્યો છે.  ૩૪ વર્ષીય મેસ્સીએ પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને બેયર્ન મ્યુનિકના સ્ટાર રોબર્ટ લેવાન્ડોસ્કીને પાછળ છોડીને આ એવોર્ડ જીત્યો હતો. અગાઉ મેસ્સીએ વર્ષ ૨૦૦૯, ૨૦૧૦, ૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૫ અને ૨૦૧૯માં બેલોન ડીઓર એવોર્ડ જીત્યો હતો. અન્ય કોઈ ખેલાડીએ આટલી વખત આ એવોર્ડ જીત્યો નથી. 

(2:47 pm IST)