ખેલ-જગત
News of Monday, 30th November 2020

આઇસીસીએ ભારતીય ખેલાડીઓએ મેચ ફીના 20 ટકા દંડ ફટકાર્યો

નવી દિલ્હી: શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડે મેચમાં ધીમી ઓવર રેટને કારણે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને મેચ ફીના 20 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. મેચ રેફરી ડેવિડ બૂને વિરાટ કોહલીની અધ્યક્ષતાવાળી ભારતીય ટીમને નિર્ધારિત રીતે વધુ સમય લેવા બદલ દંડ ફટકાર્યો હતો.આઇસીસીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, આઈસીસીની આચારસંહિતાની કલમ ૨.૨૨ નું ઉલ્લંઘન કરવા બદલ ખેલાડીઓ પર તેમની મેચ ફીના ૨૦ ટકા દંડ કરવામાં આવ્યો છે. કોહલીએ પોતાની ભૂલ સ્વીકારી અને સજા પણ સ્વીકારી જેની સત્તાવાર સુનાવણીની જરૂર નહોતી. ઓન-ફીલ્ડ અમ્પાયર રોડ ટકર અને સેમ મોગાઝ્સ્કી સિવાય, ટીવી અમ્પાયર પોલ રિફેલ અને ચોથા અમ્પાયર જેરાર્ડ અબૂદે ભારતીય ટીમ સામે આક્ષેપો કર્યા.

(4:15 pm IST)