ખેલ-જગત
News of Monday, 30th November 2020

બોકસર દુર્યોધન નેગીને કોરોના

નવી દિલ્હી તા. ૩૦: સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જણાવ્યા પ્રમાણે ભૂતપૂર્વ નેશનલ ચેમ્પિયન બોકસર દુર્યોધન નેગી કોરોનો-પોઝિટિવ થયો છે અને સુરક્ષાના પગલે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ૬૯ કિલોગ્રામ કેટેગરીમાં રમતો દુર્યોધન દિવાળીના બ્રેક બાદ પટિયાલાની નેશનલ ટ્રેઇનિંગ બેઝમાં પાછો ફર્યો હતો. કેમ્પના છઠ્ઠા દિવસે તેની કોરોનાન્ટાઇઝ કરવામાં આવી હતી જે પોઝિટિવ આવી હતી.

(3:33 pm IST)