ખેલ-જગત
News of Monday, 30th November 2020

ફીફા વર્લ્ડ કપમાં જાદૂઇ ગોલ ફટકારનાર ફૂટબોલર પાપા બાઉબાનું અવસાન

નવી દિલ્હી તા. ૩૦: આર્જેન્ટીનાના મહાન ફૂટબોલર ડિએગો મારાડોના નિધનના શોકમાંથી રમતપ્રેમીઓ હજુ બહાર આવ્યા નથી ત્યાં વધુ એક દિગ્ગજ ખેલાડીએ દુનિયા છોડી દીધી છે. સેનેગલના દિગ્ગજ ફૂટબોલર પાપા બાઉબાનું માત્ર ૪ર વર્ષની વયે નિધન થયું છે. બાઉબા લાંબા સમયથી બીમાર હતા અને તેમણે પેરિસમાં અંતિમ શ્વાસ લીધા હતા.

બાઉબા એ ફૂટબોલર છે જેણે ર૦૦ર ફીફા વર્લ્ડકપમાં જાદૂઇ ગોલ ફટકારી ચેમ્પિયન ફ્રાન્સને સ્તબ્ધ કરી દીધું હતું. તેના ગોલની મદદથી જ ફૂટબોલ રેન્કીંગમાં અત્યંત નીચે રહેનારી સનેગલે ફ્રાન્સ જેવી દિગ્ગજ ટીમને ૧-૦ થી હરાવીને ઇતિહાસ રચ્યો હતો.

(4:15 pm IST)