ખેલ-જગત
News of Saturday, 30th November 2019

એકસકયુઝમી મિસ્ટર પોન્ટિંગ, વન ફોટો પ્લીઝ...

ક્રિકેટના ચાહકો દુનિયાભરમાં ઘણા છે. ક્રિકેટ અને ક્રિકેટરો પ્રત્યેની તેમની લાગણી પણ અતિશય હોય છે. એવામાં પોતાના મનગમતા પ્લેયર સાથે ફોટો કિલક કરવાનું કોને ન ગમે? જોકે ઘણીવાર સ્પોર્ટ્સમેન સાથે અવનવી ઘટના બનતી હોય છે અને આ વખતે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ સાથે બની છે. પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે બીજી ટેસ્ટ મેચ શરૂ થઈ હતી, જેમાં પોન્ટિંગ સાથે મેલની મેક્લોઘલિન કોમેન્ટરી ટીમના ભાગરૂપે સાથે આવ્યા હતા. મેચ પહેલાં એક ચાહકો પોતાનો ફોન પોન્ટિંગને આપી મેક્લોઘલિન સાથે ફોટો પડાવ્યો હતો. હવે આ સમયે પોન્ટિંગભાઈઓ પણ વગર કોઈ સવાલ કર્યો પેલા ચાહકની ઈચ્છા પૂરી કરી આપ્યું હતું. ફોટોગ્રાફર પોન્ટિંગનો ફોટો લેતો ફોટો ખુદ મેલનીએ રીટ્વીટ કર્યો હતો.

(12:57 pm IST)