ખેલ-જગત
News of Friday, 30th November 2018

ટીમ ઈન્ડિયાને ફટકો : યુવા ખેલાડી પૃથ્વી શો કેચ પકડતી વખતે ઈન્જર્ડઃ પહેલા ટેસ્ટમાં નહિં રમી શકે

ભારતીય ક્રિકેટ ટીમના યુવા ઓપનીંગ બેટ્સમેન ૧૯ વર્ષના પૃથ્વી શોએ ઘરઆંગણા બાદ ઓસ્ટ્રેલિયા સામેના પ્રેકટીસ મેચમાં પણ ફિફટી ફટકારી પોતાનું ફોર્મ જાળવી રાખ્યુ છે દરમિયાન ફિલ્ડીંગ કરતી વખતે એક કેચ પકડવા જતા તેના ડાબા પગમાં ઈન્જરી થઈ હતી : પૃથ્વીને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો : બીસીસીઆઈ દ્વારા પૃથ્વી ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ એડીલેડમાં રમાનાર પ્રથમ ટેસ્ટમાં નહિં રમી શકે તેમ ટ્વીટ કરી જણાવ્યુ છે

(3:52 pm IST)