ખેલ-જગત
News of Tuesday, 30th October 2018

આઈપીએની આ ટીમના મુખ્ય કોચ બન્યો ન્યૂઝીલેન્ડનો પૂર્વ ખેલાડી માઈક હેસન

નવી દિલ્હી: ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કોચ માઈક હેસનને ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન પહેલા ટીમ કિંગ ઇલેવન પંજાબે પોતાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યો છે. માઈક ઓસ્ટ્રેલિયાના બ્રેડ હોજનું સ્થાન લેશે. તેને પાંચ મહિના પહેલા કીવી ટીમના કોચ પડમાંથી રાજીનામુ આપી દીધું હતું. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી વીરેન્દ્ર સેહવાગ ટીમનો મેન્ટોર છે.

(4:58 pm IST)