ખેલ-જગત
News of Monday, 30th August 2021

ગોલ્ડન ગર્લ અવનીને રાજસ્થાન સરકાર આપશે ત્રણ કરોડ

 નવી દિલ્હી: મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ઈતિહાસ રચવા બદલ ત્રણેય ખેલાડીઓને અભિનંદન આપતાં ઈનામની જાહેરાત કરી છે. સીએમ ગેહલોતે ટ્વિટ કરીને અવની લખેરાને ગોલ્ડ જીતવા માટે 3 કરોડ, દેવેન્દ્ર ઝાંઝરિયાને સિલ્વર જીતવા બદલ 2 કરોડ અને સુંદર સિંહ ગુર્જરને બ્રોન્ઝ જીતવા બદલ 1 કરોડ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી. આ ત્રણ ખેલાડીઓને રાજ્ય સરકાર દ્વારા વન વિભાગમાં એસીએફના પદ પર નિમણૂક આપવામાં આવી છે.

 

(5:49 pm IST)