ખેલ-જગત
News of Monday, 30th August 2021

સ્ટુઅર્ટ બિન્નીએ તમામ પ્રકારના ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ

નવી દિલ્હી: ભારતીય ઓલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્નીએ 37 વર્ષની ઉંમરે તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. બિન્નીએ છેલ્લે ઓગસ્ટ 2016 માં અમેરિકાના લોડરહિલમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ટી -20 મેચ રમી હતી. બિન્નીએ સોમવારે એક નિવેદન બહાર પાડતા કહ્યું કે, "મેં આંતરરાષ્ટ્રીય અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. મને ઉચ્ચ સ્તર પર મારા દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે જે મારા માટે ખૂબ જ લહાવો અને ગૌરવની બાબત છે." બિન્ની 2003-04 થી 2018/19 સુધી ડોમેસ્ટિક ક્રિકેટમાં કર્ણાટક તરફથી રમ્યો હતો. તે 2013/14 સીઝનમાં રણજી ટ્રોફી વિજેતા ટીમના સભ્ય પણ હતા. બાદમાં તે 2019/20 સીઝનમાં નાગાલેન્ડ તરફથી રમ્યો હતો.

 

(5:48 pm IST)