ખેલ-જગત
News of Thursday, 30th July 2020

ભારતીય ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પિતા બની ગયો

ફિયાન્શી નતાશા સ્ટાનકોવિચે પુત્રને જન્મ આપ્યો : ભારતીય ટીમનો ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિકે ગુરુવારે સોશિયલ મીડિયા પર પુત્રનો હાથ પકડેલી છબી શેર કરી

અમદાવાદ, તા. ૩૦ : ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ઘરે આવી ખુશીની મોટી ખબર. હાર્દિક પંડ્યાની ફિયાન્સી નતાશાએ ગુરુવારે બપોરે પુત્રને જન્મ આપ્યો છે. અને સાથે હાર્દિક પિતા બની ગયા છે. પંડ્યાએ ગુરુવારે સોશિયલ મીડિયા પર પુત્રના હાથની એક તસવીર શેર કરી હતી. તસવીરમાં પંડ્યાએ પુત્રનો હાથ પકડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ બોલીવૂડની અભિનેત્રી નતાશા સ્ટાનકોવિચની સાથે સગાઇ કરી હતી. અને તે પછી પંડ્યાએ ફેન્સને નતાશાની પ્રેગનેન્સીની ખુશખબરી આપી હતી. જે પછી હવે ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર અને આપણા ગુજરાતા વડોદરા નિવાસી તેવા હાર્દિક પંડ્યાના ઘરે પુત્રના વધામણાં થયા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં હાર્દિક પંડ્યા અને નતાશાના બેબી સાવરની રસમ કરવામાં આવી હતી. જે સમયે પહેલીવાર માતા-પિતા બનેલા હાર્દિક અને નતાશાના ચહેરો પર ખુશી સ્પષ્ટ દેખાતી હતી.

થોડા સમય પહેલા હાર્દિક પંડ્યાએ નતાશાને પ્રપોઝ કરવાની ફોટો સોશિયલ મીડિયા પર મૂકીને તમામ લોકોને ચોંકાવી દીધા હતા.

તે પછી હાર્દિક અને નતાશાની તસવીરો ખૂબ વાયરસ થઇ હતી. કારણ કે પહેલા હાર્દિક પંડ્યાનું નામ અનેક જાણીતી અભિનેત્રીઓ અને મોડેલ સાથે જોડાઇ ચૂક્યું છે. તે અને નતાશા પણ લાંબા સમયથી એકબીજાને ડેટ કરતા હતા. પણ મીડિયોમાં ખબર ત્યારે પાક્કી થઇ જ્યારે હાર્દિકે નતાશાને પ્રપોઝની તસવીરો શેર કરી.

જે પછી હવે બંને કપલ માતા-પિતા બનાવી ખુશીઓ માણી રહ્યા છે. વખતે પણ હાર્દિકે તેની ખુશી સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જે પછી દુનિયાભરથી કપલ્સ માટે અને તેના ઘરે આવેલા નવા મહેમાન માટે લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(8:01 pm IST)