ખેલ-જગત
News of Monday, 30th July 2018

બ્રિટીશ પબ્લિક સામે કોહલી જાતને સાબિત કરશે : શાસ્ત્રી

ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે છેલ્લા ચાર વર્ષથી મળેલી સફળતાને કારણે વિરાટ કોહલી માનસિક સ્તરે ઘણો બદલાયો છે. આગામી ટેસ્ટ સીરીઝમાં તેને શા માટે વિશ્વનો શ્રેષ્ઠ બેટ્સમેન ગણવામાં આવે છે બ્રિટીશરો સામે સાબિત કરવાનું કોહલીને ગમશે. શાસ્ત્રીએ કહ્યું હતું કે ચાર વર્ષનો કોહલીનો રેકોર્ડ જ જોઈ લો. મારે કંઈ કહેવાની જરૂર જ નથી. ચાર વર્ષમાં તમે માનસિક સ્તરે ઘણા બદલાઈ જાવ છો. ચાર વર્ષ પહેલા જરૂર તે ખરાબ રમ્યો હશે, પરંતુ હવે તે વિશ્વનો શ્રેષ્ઠ ખેલાડી છે.(૩૭.૫)

(1:45 pm IST)