ખેલ-જગત
News of Tuesday, 30th June 2020

રોહિત સેટ થયા બાદ શિખર પાસેથી પ્રેશર લઈ અને ગેમની કમાન સંભાળી લ્યે છે

બન્ને ઓપનરો વિષે ઈરફાન કહે છે

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ ઈન્ડિયન ઓલરાઉન્ડર ઈરફાન પઠાણનું કહેવું છે કે રોહિત શર્મા અને શિખર ધવન બન્ને વચ્ચે તાલમેલ ખૂબ અદ્દભુત છે. તેઓ બન્ને એકબીજાની ખામી અને ખૂબી સારી રીતે જાણે અને એથી જ તેઓ સફળ છે. સચિત તેન્ડુલકર અને સૌરવ ગાંગુલીની જોડી બાદ શિખર ધવન અને રોહિત શર્માની જોડીનું નામ લેવામાં આવે છે.

ઈરફાન પઠાણે કહ્યું કે 'આપણે જાણીએ છીએ કે શિખર ખૂબ ફ્રીલી રમે છે. તે રોહિતને સમય આપે છે. આપણે બધા જાણીએ છીએ કે રોહિત કેટલો જલદી ગેમ બદલી નાખે છે, પરંતુ તેને સેટ થતાં સમય લાગે છે. ક્રિકેટમાં સામા પક્ષે તમારી ખામી અને ખૂબીને સારી રીતે સમજનાર વ્યકિતની જરૂર હોય છે. શિખરને ખબર છે કે રોહિતને શરૂઆતની કેટલીક ઓવર સેટ થવા માટે જોઈએ છે એથી શરૂઆતની ઓવરમાં તે ગેમનો ચાર્જ સંભાળે છે અને આથી જ તેઓ બન્ને સફળ છે. સ્પિનર આવે અને રોહિત સેટ થઈ ગયો હોય તો તે શિખર પાસેથી પ્રેશર લઈ લે છે અને ગેમની કમાન પોતે સંભાળે છે. તેમની વચ્ચેનો તાલમેલ સારો હોવાથી આટલાં વર્ષોથી તેઓ સાથે રમતા આવ્યા છે અને સફળ રહ્યા છે.'

(3:10 pm IST)